ચેન્નાઇથી પૈસા જમા થયા બાદ ફોન હેક, 95 હજાર ટ્રાન્સફર થઇ ગયા

જેતપુર તાલુકાના વાડસડા ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા યુવકનો કિંમતી સ્માર્ટફોન હેક કરી બેંક ખાતામાંથી રૂૂ. 95,000 ની ઓનલાઈન રકમ ઉપાડી લઈ સાયબર ઠગાઈ…

જેતપુર તાલુકાના વાડસડા ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા યુવકનો કિંમતી સ્માર્ટફોન હેક કરી બેંક ખાતામાંથી રૂૂ. 95,000 ની ઓનલાઈન રકમ ઉપાડી લઈ સાયબર ઠગાઈ આચરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જેતપુરના વાડસડા ગામે રહેતા સતિષભાઈ કરશનભાઈ વોરા (ઉ.વ. 33) નામના યુવકના કોટક મહિન્દ્રા બેંકના ખાતામાં ટ્રાન્સપોર્ટના ભાડા પેટે રૂૂ. 1,33,000 ચેન્નાઈથી જમા થયા હતા. ત્યારબાદ તેઓ જ્યારે ગુગલ પે એપ્લિકેશન મારફતે ડીઝલના નાણાં ચૂકવવા ગયા ત્યારે તેમના ખાતામાંથી અલગ-અલગ બે વારમાં અનુક્રમે રૂૂ. 50,000 અને રૂૂ. 45,000 મળીને કુલ રૂૂ. 95,000 અનધિકૃત રીતે કપાઈ ગયા હોવાનું માલૂમ પડ્યું હતું.
અચાનક નાણાં ઉપડી જતા સતિષભાઈને પોતાની સાથે ઓનલાઈન ફ્રોડ થયો હોવાનો ખ્યાલ આવ્યો હતો. તેમણે તુરંત જ બાકી રહેલી રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી બેંક શાખાનો સંપર્ક કરીને પોતાનું ખાતું ફ્રીઝ કરાવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેમનો મોબાઇલ ફોન હેક કરવામાં આવ્યો હતો અને તેના પરથી આપોઆપ અમુક શંકાસ્પદ નંબર પર લીંક ધરાવતા ટેક્સ્ટ મેસેજ જઈ રહ્યા હતા.

યુવકે સૌપ્રથમ સાયબર ક્રાઈમ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી હતી, જેના આધારે જેતપુર તાલુકા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની આગળની તપાસ પી.આઈ એમ. એલ. આહિર ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *