ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, ન્યૂયોર્કના મેયરે કિંગ ચાર્લ્સ પાસે માંગ્યો કોહીનૂર

ન્યૂયોર્ક શહેરના મેયર ઝોહરાન મમદાનીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ભલે તેઓ અમેરિકામાં સ્થાયી થયા હોય, પણ તેમના હૃદયમાં આજે પણ ભારત માટે…

ન્યૂયોર્ક શહેરના મેયર ઝોહરાન મમદાનીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ભલે તેઓ અમેરિકામાં સ્થાયી થયા હોય, પણ તેમના હૃદયમાં આજે પણ ભારત માટે પ્રેમ ધબકે છે.

બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાની અમેરિકા મુલાકાત દરમિયાન મમદાનીએ એક પ્રેસ કોન્ફરન્સમાં અત્યંત સાહસિક નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે જો તેમને રાજા સાથે વાત કરવાની તક મળે, તો તેઓ ઔપચારિક વાતો કરવાને બદલે ભારતનો અમૂલ્ય ખજાનો ‘કોહિનૂર’ પરત માંગશે.

ઝોહરાન મમદાનીના માતા અને જાણીતા ફિલ્મ નિર્દેશક મીરા નાયર ભારતીય મૂળના છે. મમદાનીએ જણાવ્યું હતું કે, જો હું રાજા સાથે વાત કરું તો હું કદાચ તેમને કોહિનૂર પરત કરવા માટે કહીશ. શિષ્ટાચાર જાળવવામાં આવતો હોય છે, પરંતુ મમદાનીએ બ્રિટનના સંસ્થાનવાદી ભૂતકાળને યાદ અપાવીને નવી ચર્ચા છેડી દીધી છે. કોહિનૂર હીરો ભારતની સાંસ્કૃતિક અસ્મિતાનું પ્રતીક છે. આ હીરાના ઈતિહાસ પર એક નજર કરીએ તો આ હીરો ભારતની કોલ્લુર ખાણમાંથી મળી આવ્યો હતો. 1849માં બીજા એંગ્લો-શીખ યુદ્ધ બાદ, 10 વર્ષના મહારાજા દુલીપ સિંહ પાસે લાહોરની સંધિ દ્વારા આ હીરો પડાવી લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત હાલમાં આ 105.6 કેરેટનો હીરો લંડનના ટાવરમાં રાણી માતાના મુગટમાં જડેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *