અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ)ના મેનેજિંગ ડિરેક્ટરને 23 ફેબ્રુઆરીએ આંદોલનાત્મક નોટિસ પાઠવી છે. સંઘે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો મુખ્ય 11 મુદ્દાઓનું ત્વરિત નિરાકરણ નહીં આવે તો આગામી 5 માર્ચથી વર્ક-ટુ-રૂૂલ અને 10 માર્ચથી રાજકોટ કોર્પોરેટ ઓફિસ ખાતે ધરણા-પ્રદર્શન શરૂૂ કરવામાં આવશે.
સંઘના સીનિયર સેક્રેટરી જનરલ બળદેવભાઈ પટેલે હસ્તાક્ષરિત નોટિસમાં જણાવ્યું છે કે એજીવીકેએસ પીજીવીસીએલમાં સૌથી મોટું અને માન્યતા પ્રાપ્ત યુનિયન છે જેની સભ્યસંખ્યા 11000થી વધુ છે. તેમ છતાં મેનેજમેન્ટ દ્વારા અનફેર લેબર પ્રેક્ટિસ અપનાવવામાં આવી રહી છે. કંપનીમાં જાતિ-ધર્મ આધારિત અમાન્ય યુનિયનોને બેકિંગ આપી સંઘના સંગઠનને તોડવાની કોશિશ થઈ રહી છે. સંઘે આને ‘ભાગવા પાડો અને રાજ કરો’ની અંગ્રેજ નીતિ તરીકે વર્ણવ્યું છે.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જુનાગઢ સર્કલમાં શ્રી કૃપાલ ચાવડાને અન્યાયી રીતે બરતરફ કરવામાં આવ્યા છે જેમની પુન:સ્થાપના કરવી જોઈએ. તમામ સર્કલોમાં ખાલી પડેલી ટેક્નિકલ તેમજ નોન-ટેક્નિકલ જગ્યાઓ ત્વરિત ભરવી જોઈએ. જુનિયર આસિસ્ટન્ટની ખાલી જગ્યાઓ સીધી ભરતી અથવા સેમી-ડાયરેક્ટ રિક્રુટમેન્ટ દ્વારા પૂર્ણ કરવી જોઈએ. અધિક્ષક હિસાબ વિભાગને સીજીઆરએફ ક્ધવીનરની વધારાની જવાબદારીમાંથી મુક્ત કરવા માગવામાં આવી છે. ભુજ સર્કલમાં જાતિ-આધારિત પક્ષપાત અને અનફેર પ્રેક્ટિસ ત્વરિત બંધ કરવી જોઈએ. વર્ષ 2000ના પરિપત્ર 638 અન્વયે પ્રમોશન પેનલ બનાવીને લાયક કર્મચારીઓને પ્રમોશન આપવું જોઈએ.
વીજ અકસ્માતમાં મેનેજમેન્ટની ભૂલને કારણે સસ્પેન્ડ થયેલા કર્મચારીઓને પુન:સ્થાપિત કરવા જોઈએ. ફિલ્ડમાં ફરજ બજાવતા જુનિયર આસિસ્ટન્ટને પૂર્ણ બ્લોક લાભ અથવા ઓફિસ સ્ટાફ જેવા તમામ લાભ આપવા જોઈએ. જુનિયર આસિસ્ટન્ટની અન્યાયી બદલીઓમાં ત્વરિત સુધારો કરવો જોઈએ. સોશિયલ મીડિયા પર કંપનીની છબી ખરાબ કરનારા કર્મચારી સામે કાર્યવાહી કરવી જોઈએ અને ફિલ્ડ સ્ટાફને વધુ પડતું કામ તેમજ આઉટસોર્સિંગ મીટર રીડિંગના રેટ વધારવા જોઈએ.
સંઘે વારંવાર રજૂઆતો કરવા છતાં છેલ્લા ઘણા મહિનાઓથી કોઈ નિરાકરણ આવ્યું નથી. જો આગામી 10 દિવસમાં આ તમામ મુદ્દાઓ ઉકેલાયા નહીં તો 5 માર્ચથી વર્ક-ટુ-રૂૂલ અને 10 માર્ચથી રાજકોટ કોર્પોરેટ ઓફિસ ખાતે ધરણા શરૂૂ થશે. આ આંદોલનથી ગ્રાહકો અને જનતાને કોઈ તકલીફ પડે તો તેની સંપૂર્ણ જવાબદારી મેનેજમેન્ટની રહેશે એમ સંઘે સ્પષ્ટ કર્યું છે.
નોટિસની નકલ માન. મુખ્યમંત્રી, ઉર્જા મંત્રી, પ્રિન્સિપાલ સેક્રેટરી, કલેક્ટર રાજકોટ, પોલીસ અધિક્ષક તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓને પણ મોકલવામાં આવી છે. સંઘના આગેવાનોએ કહ્યું છે કે કર્મચારીઓના ન્યાયી મુદ્દાઓને અવગણવામાં આવે તો આંદોલન વધુ તીવ્ર બનાવવું પડશે. પીજીવીસીએલ મેનેજમેન્ટ તરફથી હજુ કોઈ પ્રતિસાદ આવ્યો નથી.
