રાજકોટ શહેર યુથ કોંગ્રેસ અને રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ઓલ ઇન્ડીયા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચીબની પોલીસ દ્વારા કરવામાં આવેલી ખોટી ધરપકડ અને દમનકારી વલણના વિરોધમાં રાજકોટ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, દેશના યુવાનોના હક્ક અને અવાજને દબાવવા માટે સરકાર તાનાશાહી વલણ અપનાવી રહી છે. લોકશાહી દેશમાં શાંતિપૂર્ણ રીતે પોતાના હક્ક અને અવાજ ઉઠાવવો દરેક નાગરિકનો અધિકાર છે, છતાં સરકાર વિરોધી અવાજોને દમન દ્વારા દબાવવા પ્રયત્ન કરી રહી છે, જે અત્યંત નિંદનીય છે.
યુથ કોંગ્રેસના આગેવાનો એ જણાવ્યું હતું કે, ઓલ ઇન્ડીયા યુથ કોંગ્રેસ હંમેશા દેશના યુવાનોના હક્ક માટે લડી રહ્યું છે અને આગળ પણ લડતું રહેશે. સરકારના ખોટા કામોનો જે પર્દાફાશ થઈ રહ્યો છે તેને રોકવા માટે સરકાર દ્વારા દમનકારી પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ સત્યની લડાઈ અટકવાની નથી. દેશભરમાં યુથ કોંગ્રેસ દ્વારા સત્ય અને ન્યાય માટેની લડાઈ સતત ચાલુ રહેશે.
આ કાર્યક્રમમાં રાજકોટ શહેર યુથ કોંગ્રેસ અને રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસના આગેવાનો તેમજ દીપ ભંડેરી પ્રમુખ રાજકોટ જીલ્લા યુથ કોંગ્રેસ સમીતી, ભાગ્યરાજસિંહ વાળા પ્રમુખ રાજકોટ શહેર યુથ કોંગ્રેસ, હરપાલસિંહ જાડેજા, રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી જયદીપ મયાત્રા, ધવલ પાંભર, અક્ષાંસ ગોસ્વામી, નરેન્દ્ર પટેલ, અલ્પેશભાઈ સાધરિયા, જયદીપસિંહ ગોહિલ, મયુર સાવલીયા, કૃણાલ ચૌહાણ, જલ્પેશ વાધેલા, રણજીત મુંધવા, યજ્ઞેશભાઈ દવે, શિવરાજસીંહ જાડેજા, હિરલબા રાઠોડ, ફેનીલ વોરા, અમરદીપસીંહ જાડેજા, વિશ્વરાજસીંહ જાડેજા, કિશન પરસાણીયા, ધ્રુવીલ પટેલ, પ્રિન્સ પટેલ, રવિભાઈ સોડા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
