Connect with us

જુનાગઢ

સોશિયલ મીડિયામાં હથિયાર સાથેનો ફોટો વાઈરલ કરનાર કેશોદનો શખ્સ ઝડપાયો

Published

on

કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાનાં આઈડી પર હથીયાર સાથે વિડિયો બનાવી પોસ્ટ કરી સોશ્યલ મીડીયા ઉપર વાયરલ કરવાનું કૃત્ય ભારે પડયુ.
કેશોદ શહેર વિસ્તારમાંથી લીલા પીળા કલરના હાથા વાળી છરી સાથે એક ઇસમને પકડી પાડી કેશોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.પોલીસ અનિક્ષકશ્રી હર્ષદ મેહતા તરફથી ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમોને પકડી પાડવા કરેલ સુચના મુજબ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર બી.બી.કોળી નાં માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટાફનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી. તથા પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ કલ્યાણસિંહ ચુડાસમા. તથા પોલીસ કોન્સ્ટેબલ વીનયસિંહ કાળૂભાઇ સીસોદીયા.
કેશોદ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં ત્યારે કેશોદ ઘોબી શેરી ભમમરીયા કુવા પાસે રહેતા એક શખ્સ ઉંમર વર્ષ 20 ધંધો મજુરી વાળાએ પોતાનાં આઈડી પર હથીયાર સાથે વિડિયો બનાવી પોસ્ટ કરી વાયરલ કરી ભય ફેલાવવા અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતાં કોર્ડન કરી ઝડપી પાડી અંગજડતી લેતાં પાસેથી લીલા પીળા કલરની એક નીચે હાથાવાળી તથા ઉપર અણી વાળી, એક બાજુ ધાર વાળી તથા ઉપર ડીઝાઇન વાળી કિંમત રૂૂપિયા 100/- વાળી સાથે પકડી પાડી આરોપી વિરૂૂઘ્ધ કેશોદ પોલીસ સ્ટેશન જી.પી.એક્ટ 135 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એન્ડ્રોઈડ મોબાઈલ પર જુદી જુદી એપ્લિકેશન માં જુદાં જુદાં ગીતો ડાયલોગ સાથે વિડિયો બનાવી સ્ટેટ્સ પર કે એપ્લિકેશન માં અપલોડ કરી વાયરલ કરવાની ઘેલછા લાગી છે ત્યારે ઉત્સાહમાં આવી કાયદા ની મર્યાદા ઓળંગી જતાં ભારે પડી જાય છે.

ગુજરાત

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

Published

on

By

જૂનાગઢનું ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાનો કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં મુકયો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયથી ભાજપ સામે મોરચો ખોલનાર ભાજપના પૂર્વ પ્રધાન જવાહર ચાવડા હવે આરપારની લડાઈના મુડમાં હોય તેમ વડાપ્રધાનને જન્મ દિવસે જ જૂનાગઢ જિલ્લા ભાજપમાં ચાલતી લાલિયાવાડી અંગે પત્ર લખી ખળભળાટ મચાવ્યા બાદ હવે જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર બનેલ ભાજપ કાર્યાલયનું બાંધકામ અનઅધિકૃત હોવાથી મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન નહીં કરવા માટે સરકારનું ધ્યાન દોરવા તા.18 (07) 2017નાં રોજ જિલ્લા કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભાજપ કાર્યાલયની કાયદેસરતા સામે જ સવાલ ઉઠાવ્યો છે.આ ઉપરાંત આ પૂર્વે તા.4 જુલાઈ 2017ના રોજ જૂનાગઢ ભાજપ કાર્યાલયવાળી જમીનમાં શરત ભંગ થયો હોવાનો પણ કલેકટરને પત્ર લખી બીનખેતીની મંજુરી રદ કરવા જણાવ્યું હોવાનો પત્ર પણ ખુદ જવાહર ચાવડાએ જ સોશ્યિલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે.

ગઈકાલે વડાપ્રધાનને લખેલો પત્ર વાયરલ કર્યા બાદ આજે જુના પત્રો વાયરલ કરી જવાહર ચાવડાએ ભાજપ સામે જાણે મોરચો ખોલી દીધો હોય તેવા નિર્દેશો મળે છે. ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને ભાજપે રાજ્ય સરકારમાં મંત્રી બનાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ તેને કદ પ્રમાણે વેતરી નાખી કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને ધારાસભાની ટિકીટ આપી દીધી હતી. ત્યારથી જવાહર ચાવડા ભારે નારાજ હોવાનું મનાય છે.

Continue Reading

ગુજરાત

વંથલીમાં દાદી સાથે સૂતેલી સગીરા સાથે છેડતી કરનાર શખ્સ પકડાયો

Published

on

By

આરોપીને પકડી કાયદાનું ભાન કરાવતી પોલીસ

વંથલીના એક ગામે રાત્રિના અંધારાનો લાભ લઈ ગામના જ એક યુવાને સગીરાની છેડતી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. સગીરા પોતાના દાદી સાથે રાત્રિના સમયે તેના ઘરે સૂતી હતી, ત્યારે આરોપીએ આવી સુતેલી સગીરાનું ગોદડું ખેચ્યું હતું. જોકે, દાદી અને સગીરા બંને જાગી જતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ મામલે સગીરાના દાદીએ વંથલી પોલીસ સ્ટેશનમાં પોતાની સગીર વયની દીકરીની એક યુવાને છેડતી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેથી વંથલી પોલીસ દ્વારા પોક્સો તેમજ છેડતીની કલમનો યુવાન વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસે ગુનો નોંધી છેડતી કરનાર યુવાનને પકડવા તપાસ હાથ ધરી હતી. ત્યારે માણાવદર તાલુકાના સીપીઆઈ અને વંથલી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હાલ આ સમગ્ર મામલે પકડાયેલ આરોપીની પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.


ડીવાયએસપી બીસી ઠક્કરે જણાવ્યું હતું કે, વંથલી તાલુકાના એક ગામે સગીરાની છેડતી મામલે પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં સગીરા રાત્રે પોતાના ઘરે તેની દાદી સાથે સૂતી હતી. આરોપી સગીરાના ઘરે જઈ સગીરા સૂતી હતી ત્યારે તેની છેડતી કરી હતી. જે મામલે સગીરાના દાદીએ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે માણાવદરના સીપીઆઈ દ્વારા સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેને લઇ ઈઙઈં દ્વારા અલગ અલગ દિશામાં તપાસ કરતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ પૂછપરછમાં આ આરોપી જ્યારે સગીરા ગામમાં નીકળતી હતી ત્યારે અવારનવાર ખરાબ નજરે તેની સામે જોતો હતો અને રાત્રિના સમયનો લાભ લઇ આ આરોપી સગીરાના ઘરમાં ઘૂસી છેડતી કરી હતી. જેને લઇ હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

જૂનાગઢની સગીરા ઉપર દુષ્કર્મ મામલે રાજકોટની હોટલના મેનેજર સહિત ચાર શખ્સો રિમાન્ડ ઉપર

Published

on

By

સામૂહિક દુષ્કર્મ મામલે છની ધરપકડ, આઠની શોધખોળ

જૂનાગઢની તરૂૂણી પર દુષ્કર્મ આચરી દેહવ્યાપારમાં ધકેલી દેવા મામલે રાજકોટની હોટલના મેનેજર સહિત ચારેય શખ્સના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. અત્યાર સુધીમાં કુલ છ શખ્સની ધરપકડ થઈ છે. હજુ આઠ શખ્સ ફરાર છે જેને પકડવા તપાસ ચાલી રહી છે.

જૂનાગઢમાં રહેતી એક 15 વર્ષની તરૂૂણીને અરબાઝ નામના શખ્સે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યુ હતું બાદમાં રાજકોટ લઈ જઈ ત્યાં દુષ્કર્મ કર્યા બાદ તરૂૂણીને મિત્રોના હવાલે કરી દીધી હતી. આ ઘટના અંગે ફરિયાદ થતા પોલીસે કુલ 14 શખ્સો સામે પોકસો, દુષ્કર્મ સહિતની કલમ મુજબ ગુનો દાખલ કર્યો હતો. જૂનાગઢ પોલીસે રાજકોટની હોટલમાં તપાસ કરી હતી. રાજકોટની હોટલના મેનેજર આકાશ અર્જુનસિંહ ઓડ, હિરેન જગદીશ સાપરા, જસ્મીન દિનેશ મકવાણા અને હાદક દિપક ઝાપડાની ધરપકડ કરી હતી. આ ચારેયને કોર્ટમાં રજૂ કરતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.


અત્યાર સુધીમાં તરૂૂણી પર દુષ્કર્મ તેમજ દેહવિક્રયમાં ધકેલવા મામલે છ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. હજુ આઠ શખ્સ ફરાર છે જેને પકડવા પોલીસ દ્વારા તજવીજ ચાલી રહી છે. આ શખ્સોની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલા છે એ અંગે પૂછપરછ કરવામાં આવશે હજુ આ પ્રકરણમાં વધુ લોકોની સંડોવણી ખુલે એવી સંભાવના છે.

Continue Reading
રાષ્ટ્રીય14 hours ago

વન નેશન, વન ઈલેક્શન પ્રસ્તાવને કેબિનેટની લીલીઝંડી

રાષ્ટ્રીય14 hours ago

સિંધુ જળ કરારમાં ફેરફાર કરવા પાક.ને ભારતની નોટિસ

ગુજરાત14 hours ago

ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર

ગુજરાત14 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

ગુજરાત14 hours ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય14 hours ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

રાષ્ટ્રીય14 hours ago

TATA ગ્રૂપના ઉતરાધિકારી તરીકે માયા ટાટાનું નામ મોખરે

રાષ્ટ્રીય14 hours ago

આર્થિક અસમાનતા વધી, 10 કરોડથી વધુ કમાણી કરનારા ભારતીયોમાં વધારો

રાષ્ટ્રીય14 hours ago

મહારાષ્ટ્રના ભિવંડી અને રાજસ્થાનના બરાનમાં ગણેશ વિસર્જનમાં બબાલ

રાષ્ટ્રીય14 hours ago

ટોલ વસૂલાત પહેલા અને પછી સરકારને ઘણા ખર્ચાઓ ભોગવવા પડે છે: ગડકરી

રાષ્ટ્રીય2 days ago

‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા

ગુજરાત2 days ago

દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો

આંતરરાષ્ટ્રીય2 days ago

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા

ગુજરાત2 days ago

PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ

અમરેલી2 days ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય2 days ago

અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી

ગુજરાત2 days ago

મોદી@74: કુંડળી જ મંગળ તો અમંગળ કોણ કરી શકે?

ગુજરાત2 days ago

મોદી વડાપ્રધાન બનશે: 34 વર્ષ પહેલાં ધીરૂભાઇ અંબાણીએ ભાખ્યું હતું

રાષ્ટ્રીય16 hours ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

ગુજરાત14 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

Trending