જુનાગઢ

સોશિયલ મીડિયામાં હથિયાર સાથેનો ફોટો વાઈરલ કરનાર કેશોદનો શખ્સ ઝડપાયો

Published

on

કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાનાં આઈડી પર હથીયાર સાથે વિડિયો બનાવી પોસ્ટ કરી સોશ્યલ મીડીયા ઉપર વાયરલ કરવાનું કૃત્ય ભારે પડયુ.
કેશોદ શહેર વિસ્તારમાંથી લીલા પીળા કલરના હાથા વાળી છરી સાથે એક ઇસમને પકડી પાડી કેશોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.પોલીસ અનિક્ષકશ્રી હર્ષદ મેહતા તરફથી ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમોને પકડી પાડવા કરેલ સુચના મુજબ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર બી.બી.કોળી નાં માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટાફનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી. તથા પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ કલ્યાણસિંહ ચુડાસમા. તથા પોલીસ કોન્સ્ટેબલ વીનયસિંહ કાળૂભાઇ સીસોદીયા.
કેશોદ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં ત્યારે કેશોદ ઘોબી શેરી ભમમરીયા કુવા પાસે રહેતા એક શખ્સ ઉંમર વર્ષ 20 ધંધો મજુરી વાળાએ પોતાનાં આઈડી પર હથીયાર સાથે વિડિયો બનાવી પોસ્ટ કરી વાયરલ કરી ભય ફેલાવવા અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતાં કોર્ડન કરી ઝડપી પાડી અંગજડતી લેતાં પાસેથી લીલા પીળા કલરની એક નીચે હાથાવાળી તથા ઉપર અણી વાળી, એક બાજુ ધાર વાળી તથા ઉપર ડીઝાઇન વાળી કિંમત રૂૂપિયા 100/- વાળી સાથે પકડી પાડી આરોપી વિરૂૂઘ્ધ કેશોદ પોલીસ સ્ટેશન જી.પી.એક્ટ 135 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એન્ડ્રોઈડ મોબાઈલ પર જુદી જુદી એપ્લિકેશન માં જુદાં જુદાં ગીતો ડાયલોગ સાથે વિડિયો બનાવી સ્ટેટ્સ પર કે એપ્લિકેશન માં અપલોડ કરી વાયરલ કરવાની ઘેલછા લાગી છે ત્યારે ઉત્સાહમાં આવી કાયદા ની મર્યાદા ઓળંગી જતાં ભારે પડી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version