કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામે સેવા સેતુ કાર્યક્રમ મા કઈ પણ કામ નહીં થતા હોવાના અહેવાલો સામા આવ્યા અને જવાબદાર અધિકારીઓ ની અણઆવડત અને સંકલન ની ખામી ઓનાં કારણે લોકો ને હાલાકી નો સામનો કરવો પડ્યો અને ગ્રામજનો રોષે ભરાયાં સવાર થી ગામ લોકો અરજદાર બની ને સાંજ સુધી લાઇન મા ઊભા રહેતા પણ કઈ કામ નહીં થતા હોવાનો વસવસો ઠાલવી રહ્યા છે.
સરકાર ના સેવાસેતુ કાર્યક્રમ નો હેતુ સારો છે પણ અધિકારી ઓની અણઆવડત ને કારણે સર્વર ડાઉંન છે અમારી પાસે કીટ નથી તેવા બહાના બતાવતા હોવાનું ગામ લોકો અને ગામ ના સરપંચ જણાવી રહ્યા છે તાલુકા વિકાસ અધિકારી ને વાત કરતા તે પણ પોતાની જવાબદારી માંથી છટકવા માટે મામલતદાર ને જવાબદાર ઠેરવે છે. મામલતદાર ને વાત કરતા તે પણ મારા માં નથી આવતું તે તાલુકા વિકાસ અધિકારી ની જવાબદારી છે તેવું કહી વાત ટાળી રહ્યા હતા.
આખરે જિલ્લા વિકાસ અધિકારી ને વાત કરતા તે પણ કહે છે કે હું કંઈક કરું છું આવી વાત કરતાં ગામ લોકો સવાર થી સાંજ સુધી રઝળતા રહ્યા અંતે સેવાસેતુ કાર્યક્રમ કાગળ ઉપર કરી અધિકારીઓ મૌન સેવી રવાના થઈ ગયા અને ફરી થી મોટાવડાળા ગામ ને તારીખ ફાળવી સેવાસેતુ કાર્યક્રમ યોજવા સરપંચને જણાવ્યું અને એક આધાર કાર્ડ ની કીટ ફાળવી યોગ્ય કરવા અધિકારીઓએ ખાત્રી આપી રફુચક્કર થઈ ગયા. સરકાર સેવાસેતુ ના માધ્યમથી ગામે ગામ ઘર આંગણે લોકો ને ડોક્યુમેન્ટ સુધારા થઈ શકે તેવા સારા હેતુ થી કાર્યક્રમો કરી રહ્યા છે પણ અધિકારીઓ ની અણઆવડત અને સંકલન ની ખામીઓ ના કારણે લોકો ને હાલાકી નો સામનો કરવો પડે છે અને સરકાર ની છબી ખરડાઈ રહી છે જેથી સરકારે આવા અધિકારીઓ વિરુદ્ધ યોગ્ય કરી કાર્યવાહી કરવી જોઈએ તેવું ગ્રામજનો અને સરપંચો સહિત આગેવાનો જણાવી રહ્યા છે.
