તંત્રએ ત્રણ દિવસનો સમય આપી 1130 અધિકારીઓ અને કર્મચારીઓની ફોજ ઉતારી લોકોને સમજાવવાનું શરૂ કર્યુ, કામગીરીનું સાત ઝોનમાં વિભાજન, સોમવારે સવારથી ડિમોલિશન
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આવેલ આજી નદી ના પટ્ટા તેમજ આખરી નગર રચના યોજના નં. 6 અંતર્ગત 15 મીટર પહોળાઈ ધરાવતા ટી.પી. રોડની માર્ગરેખામાં આવતાં ગેરકાયદેસર બાંધકામો/દબાણો દૂર કરવા બાબતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુવ્યવસ્થિત અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અગાઉથી નોટીસ અને તક આપવામાં આવી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંબંધિત મિલ્કતધારકોને સમયાંતરે લેખિત નોટીસો પાઠવી કાયદેસરની કાર્યવાહી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા પૂરતો સમય આપવામાં આવ્યો હતો. માર્ગરેખા અને નદી પટ્ટાની હદ અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવી હતી. સ્વખર્ચે સ્વયં દબાણ દૂર કરવાની તક આપવામાં આવી હતી.
તેમ છતાં કેટલાક સ્થળોએ ગેરકાયદેસર દબાણો યથાવત્ જોવા મળ્યા છે. તા.19-02-2026થી ટીમો દ્વારા સ્થળ પર માર્ગદર્શન અને સૂચના તા.19-02-2026થી મહાનગરપાલિકાની અલગ-અલગ ટિમો જંગલેશ્વર વિસ્તારમાં સ્થળ પર પહોંચી રહી છે અને રહેવાસીઓ તથા સંબંધિત મિલ્કતધારકોને જાતે જ દબાણો દૂર કરવા અંગે સીધી સૂચના અને માર્ગદર્શન આપી રહી છે. ટીમો દ્વારા માર્ગરેખા દર્શાવી સ્પષ્ટ સમજણ આપવામાં આવી રહી છે. કાયદેસર સીમા અંગે સ્થળ પર જ માહિતી આપવામાં આવી રહી છે.
સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જેના લીધે લોકોએ સહયોગ આપી જાતે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કર્યાનું જાણવા મળેલ છે.
મહાનગરપાલિકા દ્વારા સાત ઝોનમાં અધિકારીઓને દોડાવી લોકોને જાતે દબાણ દૂર કરવા સમજાવવામાં આવી રહ્યાં છે અને જો નિર્ધારિત સમયમર્યાદામાં દબાણ દૂર કરવામાં નહીં આવે તો તા.23/02/2026થી મહાનગરપાલિકા દ્વારા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કામગીરીનો ખર્ચ સંબંધિત મિલ્કતધારક પાસેથી વસુલવામાં આવશે. સામગ્રીના નુકસાન માટે પણ સંબંધિત વ્યક્તિ જવાબદાર રહેશે. કાયદેસર જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમ પણ કહેવામાં આવી રહ્યું છે.
કંટ્રોલ રૂમ દ્વારા સતત મોનિટરિંગ
ડીમોલેશન દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલ રૂૂમ સ્થાપિત કરવામાં આવશે. તમામ સાત ઝોનમાંથી માહિતી પ્રાપ્ત કરાશે અને અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે અને જરૂૂરી માર્ગદર્શન અને તાત્કાલિક નિર્ણય પ્રક્રિયા તેમજ જાહેર સલામતી અને સંકલન માટે કેન્દ્રિય નિયંત્રણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
મહાનગરપાલિકાની તૈયારી
અગાઉથી નોટીસ અને મકાન ખાલી કરવા તક આપવામાં આવી
તા.19-2-26થી ટીમો દ્વારા સ્થળ પર માર્ગદર્શન અને સૂચના
તા.23/02/2026થી ડીમોલીશન કાર્યવાહી
રહેવાસીઓનો સહયોગ જવાબદાર નાગરિકતાનું ઉદાહરણ
તંત્રની કામગીરી પ્રત્યે રાજીપો
સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરતા રહેવાસીઓ
PGVCL સહીતની સરકારી સંસ્થાઓ સાથે સંકલન
અલગ અગલ સાત ઝોનમાં 1130થી વધુ અધિકારીઓ-કર્મચારીઓની તૈનાતીકંટ્રોલ રૂૂમ દ્વારા સતત મોનિટરીંગ
260થી વધુ મશીનરી અને માનવબળ સાથે માઈક્રો પ્લાનિંગ
સુરક્ષા અને આવશ્યક સેવાઓ માટે પગલા
ટી.પી. રોડ ખુલ્લો થયેથી માળખાકીય વિકાસ કાર્યને વેગ
ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનું નિવારણ
સુવ્યવસ્થિત વિકાસ તરફ એક મજબૂત પગલું
સહકાર માટે નાગરિકોને તંત્રનો અનુરોધ
PGVCL સહિતની સરકારી સંસ્થાઓ સાથે સંકલન
ડીમોલેશન કામગીરી દરમિયાન મહાનગરપાલિકા દ્વારા Paschim Gujarat Vij Company Limited સહિત અન્ય સંબંધિત સરકારી સંસ્થાઓ સાથે સંકલન કરવામાં આવશે. વીજ પુરવઠા લાઇન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે પૂર્વ તૈયારી જાહેર સુવિધાઓને ઓછામાં ઓછો વ્યતિરેક થાય તે માટે આયોજન હાથ ધરવામાં આવેલ છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંબંધિત વિભાગો સાથે સતત સંપર્ક કરવામાં આવ્યો છે.
અલગ અગલ સાત ઝોનમાં 1130થી વધુ અધિકારીઓ-કર્મચારીઓની તૈનાતી
જંગલેશ્વર વિસ્તારમાં સમગ્ર કામગીરીને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા વિસ્તારને 7 (સાત) ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનમાં વર્ગ-1 સહિતના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, તકનીકી સ્ટાફ, સુપરવાઈઝર અને ફીલ્ડ કર્મચારીઓની ટીમ ઝોનવાઈઝ જવાબદારી અને કામગીરીનું મોનિટરીંગ કરવામાં આવશે. આ રીતે કાર્ય વહેંચાણ થવાથી કામગીરી ઝડપી અને અસરકારક રીતે પૂર્ણ કરી શકાશે.
260થી વધુ મશીનરી અને માનવબળ સાથે માઈક્રો પ્લાનિંગ
રાજકોટ મહાનગરપાલિકાએ વિશાળ સ્તરે માઈક્રો પ્લાનિંગ કર્યું છે. 4થી વધુ JCB મશીનો, 84 ટ્રેક્ટર, 7 હિટાચી મશીન, 50 ટ્રેક્ટર બ્રેકર, 42 ગેસ કટર, 14 ડમ્પર અને મોટી સંખ્યામાં મજૂરો, ટેકનિકલ સ્ટાફ અને સુપરવિઝન ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે. સુનિશ્ચિત આયોજન સાથે ઝોનવાઈઝ અને તબક્કાવાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
