લેબનોનમાંથી ઇઝરાયલની સેના પરત ખેંચાય પછી જ શાંતિ કરાર સ્વીકાર્ય: ઇરાને રોેન કાઢી

ઈરાન-અમેરિકા શાંતિ કરારમાં ફરી ઘોંચમાં પડ્યાના સંકેત લેબેનોનમાં ભયાનક હુમલા કરતા ઈરાન નારાજ થઈ ગયું છે. હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે, ઈરાને કરારમાં…

ઈરાન-અમેરિકા શાંતિ કરારમાં ફરી ઘોંચમાં પડ્યાના સંકેત લેબેનોનમાં ભયાનક હુમલા કરતા ઈરાન નારાજ થઈ ગયું છે. હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે, ઈરાને કરારમાં વધુ એક માંગ કરી દીધી છે અમેરિકા-ઈરાન યુદ્ધ ટાળવા અને શાંતિ જાળવવા માટે તૈયાર થઈ ગયા છે અને બંને દેશો 19મી જૂનના રોજ સ્વિત્ઝર્લેન્ડમાં સહી સિક્કા કરવાના છે, જોકે હવે ઈઝરાયલ દ્વારા લેબેનોન પર હુમલા થવાના કારણે આ શાંતિ કરાર પાણી ફરી જવાની સંભાવના વધી ગઈ છે.વાસ્તવમાં ઈઝરાયલે તાજેતરમાં જ લેબેનોનમાં ભયાનક હુમલા કરતા ઈરાન નારાજ થઈ ગયું છે. હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે, ઈરાને કરારમાં વધુ એક માંગ કરી દીધી છે.

ઈરાનના ટોચના રાજદ્વારીએ કહ્યું કે, જો અમેરિકાએ યુદ્ધ ખતમ માટેનો કરાર કરવો હોય તો પહેલા લેબેનોનમાંથી ઈઝરાયલી સેનાને હટાવવી પડશે. વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ ઈરાની સરકારી ટેલિવિઝન પર મહત્ત્વનું નિવેદન જાહેર કર્યું છે. તેમણે અન્ય દેશોના રાજદ્વારીઓને કહ્યું છે કે, ઈઝરાયલે દક્ષિણ લેબેનોન પર કરેલો કબજો અમેરિકા-ઈરાન વચ્ચે થયેલી સમજૂતીનું ઉલ્લંઘન છે.

અરાઘચીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, લેબેનોનમાં ચાલી રહેલું યુદ્ધ પણ સંપૂર્ણ યુદ્ધ ખતમ કરવાનો મહત્ત્વનો ભાગ છે, તેથી લેબેનોનમાં પણ યુદ્ધ ખતમ કરવું પડશે. ઈઝરાયલી સેના યુદ્ધ કરીને લેબેનોનના કેટલા વિસ્તારોમાં કબજો જમાવ્યો છે, તેથી જ્યાં સુધી આ વિસ્તારોમાંથી સેના નહીં હટે, ત્યાં સુધી યુદ્ધ સંપૂર્ણ ખતમ થઈ ગયું હોવાનું માનવમાં નહીં આવે.’

તેમણે એમ પણ કહ્યું કે, જો ઈઝરાયલ લેબેનોન પર વધુ હુમલા કરશે તો તેને સમજૂતીનું ઉલ્લંઘન માનવામાં આવશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, લેબેનોન સમજૂતીનો ભાગ છે કે નહીં, તે અમેરિકાએ હજુ સુધી કહ્યું નથી. બીજીતરફ ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ અમેરિકા-ઈરાનની સમજૂતીથી નારાજ છે. નેતન્યાહૂએ શાંતિ કરારને ટ્રમ્પનો ર્નિણય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, ઈઝરાયલ પોતાની પ્રાથમિકતા મુજબ ર્નિણય લેશે અને તેઓ લેબેનોનમાં બફર ઝોનમાં જ્યાં સુધી જરૂૂર જણાશે ત્યાં સુધી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *