T20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમવાના ગંભીર પરિણામ ભોગવશે PCB

  ટી-20 વર્લ્ડ કપ 2026 શરૂૂ થવાના માત્ર છ દિવસ પહેલા જ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નવો વિવાદ ઉભો કર્યો છે. લગભગ એક અઠવાડિયાથી વર્લ્ડ…

 

ટી-20 વર્લ્ડ કપ 2026 શરૂૂ થવાના માત્ર છ દિવસ પહેલા જ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નવો વિવાદ ઉભો કર્યો છે. લગભગ એક અઠવાડિયાથી વર્લ્ડ કપમાં ભાગ લેવો કે નહીં તે અંગે નિર્ણય ના લઈ શકનાર પાકિસ્તાને, આખરે ગઈકાલે ભારત સામેની મેચ નહીં રમવા માટે PCB એ સત્તાવાર જાહેરાત કરી છે. પાકિસ્તાન સરકારના આદેશને ટાંકીને, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી કે તે વર્લ્ડ કપમાં તો ભાગ લેશે પરંતુ 15 ફેબ્રુઆરીએ ભારત સામેની મેચ નહીં રમે. આ નિર્ણયથી ટુર્નામેન્ટના આયોજન પર અસર પડશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નિર્ણયથી નાખુશ છે. ICC એ પાકિસ્તાનને તેના આ નિર્ણય અંગે ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી અને PCB ને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું છે.

PCB એ રવિવાર, 1 ફેબ્રુઆરીના રોજ ટી-20 વર્લ્ડ કપમાં રમવાનો નિર્ણય જાહેર કર્યો પરંતુ ભારત સામેની મેચ નહીં રમવાનો નિર્ણય કર્યો. PCB દ્વારા ભારત સામે મેદાનમાં નહીં ઉતરવાનો નિર્ણય લેવામાં આવશે તેવી અટકળો છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી. પાકિસ્તાન ક્રિરેટ બોર્ડે સત્તાવાર જાહેરાત કર્યા પછી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે એક વિગતવાર નિવેદન જાહેર કરીને PCB ને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા જણાવ્યું છે. જેમાં જણાવ્યું હતું કે ભારત સામેની મેચ નહીં રમવાના ગંભીર પરિણામો આવશે, જેની અસર સમગ્ર રમત, પાકિસ્તાન બોર્ડ અને તેના ચાહકો ઉપર પણ પડશે.

રવિવારે મોડી રાત્રે જાહેર કરાયેલા એક નિવેદનમાં, ICC એ જણાવ્યું હતું કે, ICC હજુ પણ PCB તરફથી સત્તાવાર સંદેશાવ્યવહારની રાહ જોઈ રહ્યું છે, પરંતુ ‘પસંદગીયુક્ત ભાગીદારી’ અંગેની વર્તમાન પરિસ્થિતિ વૈશ્વિક રમતગમત ઇવેન્ટના મૂળભૂત સિદ્ધાંતો સાથે અસંગત છે. આવી ઇવેન્ટ્સ માટે ક્વોલિફાય થનારી બધી ટીમો નિર્ધારિત સમયપત્રક મુજબ સમાન શરતો પર સ્પર્ધા કરે તેવી અપેક્ષા છે. ICC ટુર્નામેન્ટ રમતગમતની અખંડિતતા, સ્પર્ધાત્મકતા, સાતત્ય અને ન્યાયીતા પર આધારિત છે, અને પસંદગીયુક્ત ભાગીદારી આ ટુર્નામેન્ટની ભાવના અને પવિત્રતાને નબળી પાડે છે.

ICC એ PCBને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ શોધવા વિનંતી કરી. ICC એ જણાવ્યું હતું કે તેનું લક્ષ્ય ટુર્નામેન્ટનું સફળ આયોજન છે, પરંતુ એમ પણ કહ્યું હતું કે બધા ભાગ લેનારા સભ્યોની એક મહત્વપૂર્ણ જવાબદારી છે, જેનો PCB એક ભાગ છે. હવે પ્રશ્ન એ છે કે ICC આ મામલે PCB સામે શું પગલાં લઈ શકે છે? સમાચાર એજન્સી ઙઝઈં એ ICC બોર્ડના એક સૂત્રને ટાંકીને કહ્યું છે કે, પાકિસ્તાનને પાંચ અલગ અલગ પ્રકારની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *