જાગનાથ પ્લોટમાં શેર બ્રોકરની ઓફિસમાં પીસીબીનો દરોડો, 86 બોટલ દારુ ઝડપાયો

શહેરના ન્યુ જાગનાથ-25/40 ના ખુણે અક્ષર મેડીસીન્સ બાજુમાં એમ.ટી. એન્ટરપ્રાઇઝ નામની શેરબ્રોકરની ઓફીસમાં પીસીબીએ દરોડો પાડી ઓફીસ માંથી રૂૂ.81 હજારની 86 બોટલ વિદેશી દારૂૂના જથ્થા…

શહેરના ન્યુ જાગનાથ-25/40 ના ખુણે અક્ષર મેડીસીન્સ બાજુમાં એમ.ટી. એન્ટરપ્રાઇઝ નામની શેરબ્રોકરની ઓફીસમાં પીસીબીએ દરોડો પાડી ઓફીસ માંથી રૂૂ.81 હજારની 86 બોટલ વિદેશી દારૂૂના જથ્થા સાથે શેરબ્રોકરની ધરપકડ કરી પુછપરછ કરતા થોરાળાના શખ્સનું નામ ખુલ્યું હતું.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરતી પી.સી.બી.ની ટીમના એ.એસ.આઇ. મહીપાલસિંહ ઝાલા,ઘનશ્યામસિંહ ચૌહાણ અને હરદેવસિંહ રાણાને મળેલ સયુંકત બાતમીને આધારે ન્યુ જાગનાથ-25/40 ના ખુણે અક્ષર મેડીસીન્સ બાજુમાં એમ.ટી. એન્ટરપ્રાઇઝ નામની શેરબ્રોકરની ઓફીસમાં દરોડો પાડી શેરબ્રોકર નિર્મળા કોન્વેન્ટ રોડ મંગલપાર્ક બ્લોક નં.41માં રહેતા નૈમીષભાઇ મનસુખભાઇ તંતી (ઉ.વ.45)ની ધરપકડ કરી ઓફીસ માંથી રૂૂ.81,366ની કીમતની 86 બોટલ દારૂૂ મળી આવ્યો હતો. શેરની દલાલી સાથે દારૂૂ નો વેપાર કરતા શેરબ્રોકરની પુછપરછમાં થોરાળાના કિશોરનું સપ્લાયર તરીકે નામ ખુલ્યું છે.

પી.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ એમ.આર.ગોંડલીયા, પી.આઈ એમ.જે.હુણ સાથે પીએસઆઈ પી.બી.ત્રાજીયા, એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી, મયુરભાઈ પાલરીયા, હરદેવસિંહ રાઠોડ, કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂૂ, વિરેન્દ્રસિંહ જાડેજા, ફુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગૌસ્વામી, યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઈ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમારે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *