જીવરાજપાર્ક મેઇનરોડ પર સીધ્ધી એમ્પાયર નામની બાંધકામની સાઇડ પર કામના પૈસા માંગી કારીગરે કોન્ટ્રાકટરને ગાળો આપતા ફરિયાદ થઇ છે.
વધુ વિગત મુજબ,નાનામૌવા રોડ જયભીમનગર શેરી નં.6 માં રહેતા કોન્ટ્રાકટર મોહનભાઇ રાણાભાઇ પરમાર (ઉ.વ.42) એ.તાલુકા પોલીસ મથકમાં પ્રદિપ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં પોતે બાંધકામનો વ્યવસાય કરે છે.ગત તા.22ના રોજ પોતે જીવરાજપાર્ક મેઇન રોડ પર સીધ્ધી એમ્પાયર નામની બાંધાકામની સાઇડ પર હતા, ત્યારે સાઇડ પર કામ કરતો પ્રદિપ સોલંકી પોતાની પાસે આવી કામના બાકી નીકળતા રૂૂા.5000 માંગી પોતાની સાથે બોલાચાલી કરી ગાળો દેવા લાગ્યો હતો.આ અંગે પોતે તાલુકા પાલીસ મથકમાં જાણ કરતા હેડ કોન્સ બી.જે.ખેર સહિતે પોતાની ફરિયાદ દાખલ કરી પ્રદિપ સોલંકી વિરૂૂધ્ધ એન સી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.