પટેલનગરમાં બૂટલેગરના મીની વાઇનશોપ ઉપર PCBનો દરોડો, 26.68 લાખનો મોંઘો દારૂ પકડાયો

મકાન ભાડે રાખી મોંઘી બ્રાન્ડની 780 બોટલ દારૂ છૂપાવી રાખ્યો હતો, દરોડામાં બૂટલેગર ફરાર રાજકોટના પટેલ નગરમાં પીસીબની ટીમે બાતમીના આધારે પટેલનગરમાં સદ્ભાવના સોસાયટી શેરી…

મકાન ભાડે રાખી મોંઘી બ્રાન્ડની 780 બોટલ દારૂ છૂપાવી રાખ્યો હતો, દરોડામાં બૂટલેગર ફરાર

રાજકોટના પટેલ નગરમાં પીસીબની ટીમે બાતમીના આધારે પટેલનગરમાં સદ્ભાવના સોસાયટી શેરી નં.3માં દરોડો પાડ્યો હતો જેમાં બુટલેગરે મકાન ભાડે રાખી ચલાવતો મિનિ વાઈનશોપ મળી આવ્યો હતો. આ દરોડામાં મકાનમાં એક હજાર રૂૂપિયાથી લઈ પાંચ હજાર રૂૂપિયા સુધીના ભાવની દારૂૂની અલગ-અલગ 32 બ્રાન્ડનો 26.68 લાખની 780 બોટલ વિદેશી દારૂૂની મળી આવી હતી. પીસીબીના દરોડામાં બુટલેગર ફરાર થઇ ગયો હતો.

શહેરના પટેલનગરમાં સદ્ભાવના સોસાયટી શેરી નં.3માં ખોડિયાર ઓટો સર્વિસ સામે આવેલા ધર્મેશ સાવલિયાના મકાનમાં વિદેશી દારૂૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી પીસીબીના એ.એસ.આઇ. મહીપાલસિંહ ઝાલા,ઘનશ્યામસિંહ ચૌહાણ અને હરદેવસિંહ રાણાને મળેતા જેને આધારે પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર. ગોંડલિયા, પી.આઈ. એમ.જે.હુણ પીએસઆઈ પી.બી.ત્રાજિયા સહિતની ટીમે ધર્મેશ સાવલિયાના મકાનમાં દરોડો પડ્યો હતો જ્યાંથી મંકી સોલ્ડર, એક્સ્યુલેટ, વૂડનોટ, મહારામાણી માનેસર, જેમસન, જોની વોકર, ટીચર, રોયલ રણથંભોર સહિતની અલગ-અલગ 32 બ્રાન્ડની રૂૂ.26.68 લાખની કીમતની 780 મોંધી બ્રાંડની વિદેશી દારૂૂની બોટલો મળી આવી હતી.

પીસીબીએ તપાસ કરતા આ દારૂૂનો જથ્થો ધર્મેશ સાવલિયાના મકાન ભાડે રાખી અભિષેક વિપુલભાઈ ઠાકર નામના શખસે છુપાવ્યો હોવાનું સામે આવ્યું છે. દરોડા વખતે તે હાજર મળી આવ્યો ન હતો. અભિષેક છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં માગો એ બ્રાન્ડ હાજર પ્રમાણે દારૂૂનો વેપલો કરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે ત્યારે તે પકડાયા બાદ આ દારૂૂ ક્યાંથી લાવ્યો તે વિગત સામે આવી શકશે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ પી.સી.બીના પી.આઈ એમ.આર.ગોડલીયા, એમ.જે.હુણ, પીએસઆઈ પી.બી.ત્રાજીયા, એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂૂ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગૌસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઈ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમારે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *