PCB વડા નકવી ICC સમક્ષ ભારતીય અન્ડર-19 ખેલાડીઓની ફરિયાદ કરશે

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ કોઈ વિવાદ વગર સમાપ્ત થાય એવું ભાગ્યે જ બને છે. રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમયેલી ACC મેન્સ અન્ડર-19…

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ કોઈ વિવાદ વગર સમાપ્ત થાય એવું ભાગ્યે જ બને છે. રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમયેલી ACC મેન્સ અન્ડર-19 એશિયા કપ 2025ની ફાઈનલ મેચ પણ વિવાદોમાં ઘેરાયેલી રહી. એવામાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ના વડા મોહસીન નકવી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સમક્ષ ભારતીય ખેલાડીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તૈયારી કરી રહ્યાં છે.

રવિવારે દુબઈ સ્થિત ICC ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડમાં રમાયેલી ફાઈનલ મેચ બાદ પાકિસ્તાની ટીમના મેન્ટર સરફરાઝ અહેમદે આરોપ લગાવ્યા હતાં કે, ભારતીય ટીમના ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓને ઉશ્કેરવાના પ્રયાસ કર્યા હતાં અને ગેરવર્તણૂક કરી હતી. સોમવારે PCBના વડા મોહસીન નકવીએ જણાવ્યું કે ભારતીય ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલા આ ઉશ્કેરણીજનક વર્તનનો મુદ્દો તેઓ ICC સમક્ષ ઉઠાવશે.
આ મેચ દરમિયાન બંને ટીમોના ખેલાડીઓના વચ્ચે મેદાન પર ઉગ્ર બોલચાલ થઈ હતી પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે ચેમ્પિયન અંડર-19 ટીમના સ્વાગત માટે એક સમારોહનું આયોજન કર્યું હતું.

આ સમારોહ દરમિયાન પત્રકારો સાથે કરતા, નકવીએ ભારતીય ખેલાડીઓના વર્તન પર ટીકા કરી. નકવીએ કહ્યું કે PCB આ મુદ્દો ICC સમક્ષ ઉઠાવશે, તેઓ ICCને વિનંતી કરશે કે રમત અને રાજકારણ બંને અલગ રાખવા જોઈએ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *