રાજકોટની સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડના બાથરૂમમાં દર્દીનો ગળેફાંસો ખાઇ આપઘાત

રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીએ બાથરૂૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા શોક છવાઈ ગયો છે.શાપરના પ્રૌઢને ટીબીની સારવાર માટે સિવિલ…

રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીએ બાથરૂૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા શોક છવાઈ ગયો છે.શાપરના પ્રૌઢને ટીબીની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.

વધુ વિગતો મુજબ,શાપર વેરાવળમાં આવેલા શાંતિધામમાં રહેતા મૂળ મધ્ય પ્રદેશના વતની કૈલાશભાઈ માંગીલાલ ચંડેલ(ઉ.56)ને ગઈકાલે ટીબીની બીમારી સબબ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલા ટીબી વોર્ડમાં સવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ બાથરૂૂમમાં ગયા બાદ બહાર નીકળતા ત્યાંના સ્ટાફે બારણું તોડી જોતા કૈલાશભાઈ અંદર લટકતી હાલતમાં જોવા મળ્યા હતા.ત્યારબાદ તેમને ઇમરજન્સી વોર્ડમાં ખસેડાતા ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.

આ મામલે પ્ર. નગર પોલીસના એએસઆઈ એસ.વી.જોરાએ કાગળો કર્યા હતા.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,કૌલાશભાઈને સંતાનમાં બે દીકરા છે.તેઓ અહીંયા 10થી 12 દિવસ પહેલા જમાઈના ઘરે આવ્યા હતા.જમાઈના ભાઈને ટીબીમાં સારું થઈ જતા તેઓ પણ અહીંયા ટીબી વોર્ડમાં ગઈકાલે જ ખસેડાયા હતા.આ બનાવથી પરિવારમાં શોક છવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *