એસ.ટી. બસો અંગે અધિકૃત હોટેલો ઉપર મુસાફરો પ્રતિસાદ આપી શકશે

ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ મુસાફર જનતાને તેમની મુસાફરી સુગમ અને સુચારૂૂ બની રહે તે માટે સારી બસો સ્વચ્છ બસો, નિયમીત સંચાલન તેમજ મુસાફરોની સાથે…

ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ મુસાફર જનતાને તેમની મુસાફરી સુગમ અને સુચારૂૂ બની રહે તે માટે સારી બસો સ્વચ્છ બસો, નિયમીત સંચાલન તેમજ મુસાફરોની સાથે ફરજ પરના સ્ટાફની વિવેકી અને મુસાફર જનતા સાથે સૌજન્ય પુર્ણ વ્યવહાર હોય તેવી તમામ બાબતો માટે સતત પ્રતિબધ્ધ છે નિગમની મધ્યસ્થ કચેરી દ્વારા મુસાફર જનતાને વધુ સારી સેવા મળી રહે તે દીશામા વધું એક આગવુ કદમ ભરેલ છે જેમા નિગમની બસોમા મુસાફરી કરતા પ્રવાસીઓને તેમની મુસાફરી દરમિયાન નિગમની બસો જે અધિકૃત હોટેલ પર રોકાણ કરે તે હોટલ પર મુસાફરો ને કેવો અનુભવ રહયો? તે બાબત નો પ્રતિસાદ મેળવવા માટે નિગમ દવારા તમામ હાઈવે હોટલ પર કયુ આર કોડ લગાવવા મા આવેલ છે.

જેમા મુસાફર પોતાના મોબાઈલના માધ્યમ થી સ્કેન કરી પોતાનો પ્રતિસાદ/ફરીયાદ આપી શકશે જેમા હોટલ પરીસરની સ્વચ્છતા, ટોઈલેટ બ્લોકની સુવિધા/સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા, નાસ્તો કે ભોજનની ગુણવતા, પેકડ ફુડની ગુણવતા, હોટલ પર મળતી ચીજ વસ્તુના ભાવનુ વાજબી પણુ હોટલ સ્ટાફનુ વર્તન વગેરે બાબતો અંગે પોતાનો પ્રતિભાવ કે ફરીયાદ આપી શકશે જરૂૂર જણાયે મુસાફર જે બાબતે જરૂૂરી જણાય તેવી બાબતોના ફોટોગ્રાફસ પણ અપલોડ કરી શકશે.

આ ઉપરાંત મુસાફરો દ્વારા પોતાના સુચનો પણ જણાવી શકશે નિગમના મુસાફરોને વધુ સારી સેવા આપવા માટેના આ અભિગમમા મુસાફર જનતા પણ જાગૃત બની બહોળા પ્રમાણમા કયુ. આર. કોડ સ્કેન કરી પોતાના પ્રતિભાવો આપે તેવુ ઈચ્છનિય અને અપેક્ષિત છે સાથે મુસાફર જનતાના સુચનો પણ આવકાર્ય છે. નિગમ દવારા મુસાફર જનતાને આ વ્યવસ્થાનો બહોળા પ્રમાણમા લાભ લે તેવી ભાવનગરના વિભાગીય નિયામક આર.ડી.પિલવાઈકર અપીલ કરવામા આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *