ઉનાળાની શરૂઆતમાં જ મુસાફરો તરસ્યા, બસપોર્ટમાં પાણીના ધાંધિયા

રાજકોટ અત્યાધુનિક એસ.ટી બસ પોર્ટ, ઢેબરોડ ખાતેના સેન્ટ્રલ બસ સ્ટેશન ના પાણીના પરબમાં છેલ્લા એકાદ વીકથી સર્જાયેલા ધાંધિયા બાદ મુસાફર હિતરક્ષક સમિતિની ઉગ્ર રજૂઆતો અને…

રાજકોટ અત્યાધુનિક એસ.ટી બસ પોર્ટ, ઢેબરોડ ખાતેના સેન્ટ્રલ બસ સ્ટેશન ના પાણીના પરબમાં છેલ્લા એકાદ વીકથી સર્જાયેલા ધાંધિયા બાદ મુસાફર હિતરક્ષક સમિતિની ઉગ્ર રજૂઆતો અને લેખિત ફરિયાદો બાદ તમામ પરબોમાં પાણી શરૂૂ કરી દેવાયું છે.
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિએ જણાવ્યું છે કે રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન રાજકોટ શહેર છે. રોજિંદી 1200 થી વધુ બસોની અવર જવર રહે છે. હજારો મુસાફરોની આવન જાવન વચ્ચે છેલ્લા પાંચેક દિવસથી પાણીના ધાંધિયા સર્જાતા પ્લેટફોર્મ નંબર 6 અને 7 ની સામેના પાણીના પરબમાં પાણી મળતું નહોતું પરબના તમામ ચારેય નળ માં પાણીનું ટીપું આવતું ન હતું. તત્કાલીન સમયે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોએ નોંધવાની ફરિયાદ પોથી (પરિશિષ્ટ અ) મુજબ ફરિયાદ નંબર 479162 થી લેખિતમાં ગજેન્દ્રસિંહ ઝાલાએ ફરિયાદ કરી ડેપો મેનેજરને ઉગ્ર રજૂઆત કરી હતી.

તેમજ પ્લેટફોર્મ નંબર 15 ની સામે એક નળ ઊંધો ફીટ કરેલ હતો અને અન્ય ત્રણ નળમાં પાણી આવતું ન હતું જે અંગે મુસાફર દ્વારા ફરિયાદ નંબર 479163 ફરિયાદ કરવામાં આવી હતી. બસ પોર્ટના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરી પાણી ન મળવા બાબતે હજારો મુસાફરો ને પડેલી હાલાકી અંગે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે નિયમાનુસાર દંડનીય કાર્યવાહી કરવા પાણીની બિસલેરીની બોટલો સાથે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિનું પ્રતિનિધિ મંડળ ડેપો મેનેજર ચેમ્બરમાં ધસી ગયું હતું ડેપો મેનેજરની અનુપસ્થિતિમાં સ્ટેન્ડ ઇન્ચાર્જ એટીઆઈ ગઢવીને બિસલેરીની પાણીની બોટલો અર્પણ કરી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.

ગુજરાતના કોઈપણ બસ સ્ટેશનમાં કે એસ.ટી બસ પોર્ટ પર પાણીની વ્યવસ્થા ન હોય અથવા પંખા બંધ હોય તો હેલ્પલાઇન નંબર 94262 29396 પર આધાર પુરાવા સાથે સંપર્ક કરવા સમિતિની યાદી જણાવે છે. વખતે ઉનાળામાં પાણીના પરબો બપોરના સમયે જ છાશવારે બંધ કરી દેવામાં આવતા હતા કારણ કે બસ પોર્ટ ના વેપારીઓને અને મિનરલ વોટરના ધંધાર્થીઓને કમાવવાનો ખેલ તત્કાલીન સમયે થયો હતો. પરંતુ આ વખતે ઉનાળામાં હાલ શરૂૂઆતથી જ નિંભર તંત્રને સબક પાઠવવાનુ સમિતિએ નક્કી કરેલ હોય ત્યારે રાજ્યભરમાં મુસાફરો માટેના મુકાયેલા પાણીના પરબમાં ધોમધખતા તાપમા પાણીના ધાંધિયા કોઈપણ સંજોગોમાં ચલાવવામાં આવશે નહીં.

આજના બિસલેરી પાણીની બોટલો અર્પણ અને આવેદનપત્ર સુપ્રત કરવામાં ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, એસ.પી રાજાણી, જીગ્નેશભાઈ પાટડીયા, જેન્તીભાઈ હિરપરા, શ્યામલ રાછ સહિત ના રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *