ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી મુસાફરનો રોકડ અને સોનાનો ચેન સાથેના થેલાની ચોરી

ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી મુસાફર મહિલાનો રોકડ અને સોનાનો ચેઇન ભરેલો થેલો ચોરાઇ ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. મહેસાણા પંથકની મહિલા થેલો બાકડે મુકી…

ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી મુસાફર મહિલાનો રોકડ અને સોનાનો ચેઇન ભરેલો થેલો ચોરાઇ ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. મહેસાણા પંથકની મહિલા થેલો બાકડે મુકી પાણી પીવા ગઇ ત્યા જ અજાણયો શખ્સ થેલો ઉપાડી નાશી છૂટ્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ મહેસાણાના કડી તાલુકાના ઘુઘલા ગામે રહેતા મંજૂલાબેન ઇશ્ર્વરજી ઠાકોર (ઉ.વ.50)નામના મહિલા તેમના પરિવાર સાથે ગત તા.2/6ના બપોરે કવી ગુરુ એકસપ્રેસ ટ્રેનમાં બેસી વિરમગામથી દ્વારકા જવા માટે નીકળ્યા હતા. તેઓને રાજકોટ રેલવે સ્ટેશન ઉતરવાનુ હતુ પરંતુ તેઓ ભુલથી ભક્તિનગર રેલવે સ્ટેશન પર ઉતર્યા હતા. અને દ્વારકા જતી ટ્રેનની રાહ જોતા હતા. દરમ્યાન તા.3ના રાત્રીના 13.30 વાગ્યાના અરસામાં તેમની પાસે રહેલો થેલો સ્ટેશન માસ્તરની ઓફિસ સામે બાકડા પર રાખ્યો હતો અને તેઓ ફીઝ પાસે પાણી પીવા ગયા હતા. જયાથી પરત આવતા બાકડા પરથી થેલો ચોરી થઇ ગયો હતો. આ થેલામાં જૂના કપડા, રૂા.13000ની રોકડ અને સોનાનો ચેઇન હોવાનુ જણાવ્યુ હતું. આ થેલો કોઇ અજાણયો શખ્સ નજર ચૂકવી ચોરી કરી લઇ જતા આ અંગે તેમણે રેલવે પોલીસમાં ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી તસ્કરની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *