હરિધવા રોડ પર પરિણીતાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું

શહેરના હરી ધવા માર્ગ પર રહેતી 30 વર્ષીય પરિણિતા બંસી રૈયાણીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આપઘાતનું કારણ જાણવા ન…

શહેરના હરી ધવા માર્ગ પર રહેતી 30 વર્ષીય પરિણિતા બંસી રૈયાણીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આપઘાતનું કારણ જાણવા ન મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ,હરિધવા રોડ નવનીત હોલ સામે અયોધ્યા સોસાયટીમાં રહેતા બંસીબેન કેવિનભાઈ રૈયાણી (ઉ.વ.30) ગઇ તા.15/01ના સાંજના સાતેક વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતી .

ત્યારે ઉલ્ટી કરવા લાગી હતી. પતિએ પૂછતાં પોતે ઘઉંમા નાખવાનો ઝેરી પાઉડર પી લીધાનું કહ્યું હતું. તેને તત્કાલ વિદ્યાનગર મેઈન રોડ પર આવેલી ગોકુલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ત્યાં તેને આઇસીયુમાં સારવાર અપાઈ હતી.સારવાર દરમ્યાન તા.18ના રોજ બપોરે તેનું મોત નીપજ્યું હતું. ભક્તિનગર પોલીસે જરૂૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ. માટે ખસેડી પુછપરછ કરતા મૃતક બંસીના પિતાનું નામ છગનભાઈ તંતી છે.
બંસીના લગ્ન પાંચ વર્ષ પહેલા કડીયા કામ કરતા કેવિન જેન્તીભાઈ રૈયાણી સાથે થયા હતા. તેને સંતાનમાં એક પુત્ર છે. પુત્ર માતા વિહોણો થતા પરિવારમાં શોક છવાયો હતો.આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ આદરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *