મુસાફરોથી ભરેલી બોટમાં અચાનક આગ લાગતાં હાહાકાર, 5ના મોત અને 80થી વધુ લાપતા

  ફિલિપાઇન્સમાં મોતીં દુર્ઘટના બની છે. પાલાવાન ટાપુ નજીક બોટમાં આગ લાગી હતી. ફિલિપાઈન કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે,…

 

ફિલિપાઇન્સમાં મોતીં દુર્ઘટના બની છે. પાલાવાન ટાપુ નજીક બોટમાં આગ લાગી હતી. ફિલિપાઈન કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે 80થી વધુ લોકો ગુમ છે.

કોરોન નજીક સમુદ્રમાં મુસાફરી કરી રહેલી ‘એમવી જૂન એસ્ટર’ (MV June Aster)નામની ફેરી આગની લપેટમાં આવી ગઈ હતી.કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે આગ લાગ્યા બાદ રાત્રે 43 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જોકે, મોટી સંખ્યામાં લોકોનો કોઈ પત્તો લાગ્યો નથી અને બચાવ કામગીરી ચાલુ છે.

કોસ્ટ ગાર્ડે જારી કરેલી ફૂટેજમાં જહાજના અમુક ભાગમાં આગ ભડકતી દેખાઈ રહી છે તો બીજી બાજુ રેસ્ક્યૂ કરનારા લોકો મૃતદેહોને બેગમાં લઈ જતા દેખાઈ રહ્યા છે. જોકે આગ લાગી ત્યારે ફેરીમાં કેટલા લોકો સવાર હતા કે કેટલા લોકો ગુમ છે તેને લઈને સત્તાવાર માહિતી જાહેર કરાઈ નથી. દરિયા કિનારે લગભગ 2.2 કિ.મી. દૂર આ આગની ઘટના બની હતી. પાંચ લોકોના મૃતદેહો તો મળી આવ્યા હતા જેને કિનારે લવાયા હતા. જોકે જહાજ પર જનારા લોકોની રેકોર્ડબુક અનુસાર આ જહાજમાં 134 મુસાફરો હોવાની આશંકા છે.

આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફિલિપાઈન કોસ્ટ ગાર્ડે જણાવ્યું છે કે આગના કારણની તપાસ ચાલી રહી છે. દરમિયાન, બચાવ ટીમો ગુમ થયેલા લોકોની શોધખોળ માટે સમુદ્રમાં સક્રિયપણે કામ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *