Connect with us

ભાવનગર

પાલિતાણા ધાર્મિક સ્થળનો ફરી વિવાદ, મહંત બાપુએ પોલીસ પર કર્યા આક્ષેપ

Published

on

પાલિતાણામાં શેત્રુંજી ડુંગર પર ધાર્મિક સ્થળને લઈ ફરી વિવાદ થયો છે. પોલીસ દ્વારા મહંતોને પર્વત પરના ધાર્મિકસ્થળે જતા રોકાતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. નીલકંઠ મહાદેવ મંદિરના મહંત સ્વામી શરણાનંદ બાપુએ પોલીસ પર અટકાવતા હોવાનો આરોપ લગાવ્યો છે. સ્વામી શરણાનંદ બાપુ દ્વારા વીડિયો વાયરલ કરી પીઆઇ પી.બી જાદવ પર આરોપ લગાવવામાં આવ્યા છે. પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇની સૂચનાથી સનાતનની સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, સાધુ-સંત અને પાલીતાણાની આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છેદત્તાત્રેય શિખરનો વિવાદ આઝાદીકાળથી ચાલી રહ્યો છે. દત્તાત્રેય શિખર ઉપર ભગવાન દત્તાત્રેયના પગલા આવેલા છે. જૈનો માને છે કે શિખર પર જે પગલા છે તે નેમિનાથના છે. બંને પક્ષે હાઈકોર્ટમાં પોતાનો દાવો રજૂ કર્યો છે. હાઈકોર્ટે જૈન સમુદાયને પૂજા કરવાની સત્તા આપી નથી. જૈન સમાજનો દાવો છે કે બંને પક્ષ પોતાની શ્રદ્ધા પ્રમાણે પૂજા કરે છે.

ગુજરાત

ભાવનગરમાં રાજ્યના પ્રથમ અનાજ ATMનો પ્રારંભ: લાભાર્થીઓને લાંબી લાઇનમાંથી મુક્તિ

Published

on

By

દેશના સામાન્ય અને ગરીબ પરિવારોને સરકાર દ્વારા રેશનશોપ મારફતે અનાજ આપવામાં આવી રહ્યું છે. આ સુવિધાને આધુનિક બનાવતા હવે સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને 24X47માં કોઈપણ સમયે લાઈનોમાં ઉભા રહ્યા વગર અનાજ મળી શકે તેવા અન્નપૂર્તિ એટીએમ સેવાનો રાજ્યમાં પ્રથમવાર ભાવનગર ખાતે કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે.


સામાન્ય અને ગરીબ પરિવારોની સુવિધામાં વધારો કરવા ભારત સરકાર તત્પર છે અને આવા પરિવારોની સુવિધામાં વધારો કરતા આજે સ્માર્ટ એફ.પી.એસ પાઇલટ પ્રોજેકટ અંતર્ગત રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ (ગ્રેઇન એટીએમ)નો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કરચલીયા પરા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા, ભીખુસિંહજી પરમાર- અન્ન અને પુરવઠા મંત્રી ગુજરાત સરકાર તેમજ એલિઝાબેથ ફૌરે-યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ, ક્ધટ્રી પ્રતિનિધિ સહિતના લોકોની ઉપસ્થિતિમાં આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.


આ અન્નપૂર્તિ એટીએમ 24 કલાક કાર્યરત રહેશે અને જેમ લોકોને એટીએમમાંથી 24ડ7 મળી શકે છે તેમજ કોઈપણ રેશનકાર્ડ ધારક કે જે થંબ સિસ્ટમથી જોડાયેલ છે તે ત્યાં આવી પોતાનો અંગુઠો લગાવી તેને મળવા પાત્ર રેશનનો જથ્થો પ્રાપ્ત કરી શકશે. ભારત સરકાર દેશના 80 કરોડ લોકોને ફ્રી રાશન આપી રહ્યું છે ત્યારે સામાન્ય અને ગરીબ પરિવારના લોકો કે જે મજૂરી કે અન્ય કામો વડે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેને લાઈનોમાં નહીં ઉભું રહેવું પડે અને પોતાના અનુકૂળ સમયે આ સ્થળ પર આવી પોતાનું રાશન મેળવી શકશે.


જેમાં રાજ્ય ઉપરાંત પરપ્રાંતીય તમામ નોંધાયેલા લોકો આ અનાજ મેળવવાના પાત્ર રહેશે. તેમજ કોઇપણ રેશનકાર્ડ ધારકને ઓછું વજન કે અન્ય કોઈ ફરિયાદમાંથી મુક્તિ મળશે.સાચા અર્થમાં ગરીબોનું દર્દ સમજનાર આ સરકારના આવા પ્રેરણાદાયી પગલાંને આવકાર્યું હતું. હાલ આ મશીનમાંથી ઘઉ અને ચોખા મળી રહ્યા છે.

Continue Reading

ગુજરાત

ભાવનગરમાં 10 હજારનો ફાળો આપો કહી વેપારીની દુકાનોમાં લુખ્ખા તત્ત્વોની તોડફોડ

Published

on

By

સીસીટીવી ફૂટેજના આધારે તપાસ: વેપારીઓમાં રોષ

શહેરના ડોન ચોક વિસ્તારમાં નવરાત્રીનો ફાળો ઉઘરાવવા આવેલા લોકોએ વેપારીઓને માર મારી દુકાનમાં તોડફોડ કરી હતી. આ અંગે પોલીસ કંન્ટ્રોલને જાણ કરવા ફોન કરતા ફોન ઉપાડ્યો નહી જ્યારે બી ડિવીઝનમાં રૂૂબરૂૂ ગયેલા વેપારીઓને તેમનો માત્ર ફોન નંબર લઇ તગેડી મુક્યા હતા. શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે ત્યારે પોલીસ તંત્રએ ફરિયાદ પણ નહી લેતા વેપારીઓમાં રોષ વ્યાપેલ છે.


આ અંગે મળતી માહિતી મુજબ શહેરના ડોન ચોક વિસ્તારમાં કેટલાક લોકો મેઘાણી સર્કલમાં નવરાત્રીની ઉજવણી કરવાના છે તેમ કહી ફાળો ઉઘરાવવા નિકળ્યા હતા.વેપારીઓ દર વર્ષની જેમ 1000 રૂૂપિયાનો ફાળો આપવા તૈયાર હતા પણ ઓછામાં ઓછા 10,000નો ફાળો આપવાનું દબાણ કરતા વેપારીઓએ ના પાડી દેતા આ લુખ્ખા તત્વોએ વેપારીઓની દુકાનમાં તોડફોડ કરી હતી.


આ અંગે પોલીસ કંન્ટ્રોલે 100 નંબર પર ફોન ઉપાડ્યો ન હતો. જ્યારે ત્રણ વેપારી બી ડિવીઝન પોલીસ સ્ટેશને રૂૂબરૂૂ જતા ઇન્ચાર્જ પી.આઇ.એ ફરિયાદ કે, અરજીની જરૂૂર નથી તેમ કહી વેપારીઓના ફોન નંબર લઇ તેમને તગેડી મુક્યા હતા એમ વેપારીઓએ જણાવેલ છે. આ અંગેના સીસીટીવી ફુટેજ પણ વેપારીઓ પાસે ઉપલબ્ધ છે. જ્યારે આ બનાવ અંગે પી.આઇ. જે.કે.ડામોરે જણાવ્યું હતું કે, વેપારીઓએ કરેલી ફરિયાદ બાબતે તપાસ ચાલી રહી છે. વેપારીઓએ તેઓ પોલીસ સ્ટેશન આવશે તેમ જણાવ્યું છે એટલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Continue Reading

ગુજરાત

ભાવનગરમાં ચાલુ ટ્રેને ઉતરવા જતાં ઘવાયેલા યુવાનનું મોત

Published

on

By


બાન્દ્રાથી ભાવનગર આવી રહેલી ટ્રેનમાં ધોળા જંક્સન ખાતે ચાલુ ટ્રેને ઉતારવા જતા એક શખ્સનું મોત નિપજ્યુ હતું બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ બાન્દ્રાથી ભાવનગર આવી રહેલી ટ્રેન ધોળા જંકશન પ્લેટફોર્મ નંબર 2 ઉપર પહોંચી રહી હતી ત્યાં એક શખ્સ ચાલુ ટ્રેને ઉતારવા જતા પગ લપસતાં ટ્રેન હેઠળ આવી જતા મોત નીપજ્યું હતું. બનાવ બનતા જ રેલવે પોલીસ તેમજ આરપીએફનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.


જાણવા મળ્યા મુજબ રાહુલસીંગ ભીમસીંગ ઉ.વ.32 રહે.લુધિયાણા,પંજાબ નામના પરપ્રાંતીય શખ્સને બોટાદ સ્ટેશને ઉતારવાનું હતું પરંતુ તે સુઈ રહેતા ધોળા આવી ગયું હતું અને ધોળા ખાતે પ્લેટફોર્મ નંબર 2 ઉપર બાંદ્રા ટ્રેન પહોંચી ત્યાંજ ચાલુ ટ્રેને ઉતારવા જતા પગ લાપસી ગયો હતો અને ટ્રેન હેઠળ આવી જતા મોત નીપજ્યું હતું. મૃતક યુવાન લાઠીદડ ગમે લોખંડ કટિંગનું કામ કરતો હોવાનું જાણવા મળેલ છે.બનાવ અંગે રેલવે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Continue Reading
રાષ્ટ્રીય14 hours ago

વન નેશન, વન ઈલેક્શન પ્રસ્તાવને કેબિનેટની લીલીઝંડી

રાષ્ટ્રીય14 hours ago

સિંધુ જળ કરારમાં ફેરફાર કરવા પાક.ને ભારતની નોટિસ

ગુજરાત14 hours ago

ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર

ગુજરાત14 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

ગુજરાત14 hours ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય14 hours ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

રાષ્ટ્રીય14 hours ago

TATA ગ્રૂપના ઉતરાધિકારી તરીકે માયા ટાટાનું નામ મોખરે

રાષ્ટ્રીય14 hours ago

આર્થિક અસમાનતા વધી, 10 કરોડથી વધુ કમાણી કરનારા ભારતીયોમાં વધારો

રાષ્ટ્રીય14 hours ago

મહારાષ્ટ્રના ભિવંડી અને રાજસ્થાનના બરાનમાં ગણેશ વિસર્જનમાં બબાલ

રાષ્ટ્રીય14 hours ago

ટોલ વસૂલાત પહેલા અને પછી સરકારને ઘણા ખર્ચાઓ ભોગવવા પડે છે: ગડકરી

રાષ્ટ્રીય2 days ago

‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા

ગુજરાત2 days ago

દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો

આંતરરાષ્ટ્રીય2 days ago

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા

ગુજરાત2 days ago

PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ

અમરેલી2 days ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય2 days ago

અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી

ગુજરાત2 days ago

મોદી@74: કુંડળી જ મંગળ તો અમંગળ કોણ કરી શકે?

ગુજરાત2 days ago

મોદી વડાપ્રધાન બનશે: 34 વર્ષ પહેલાં ધીરૂભાઇ અંબાણીએ ભાખ્યું હતું

રાષ્ટ્રીય16 hours ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

ગુજરાત14 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

Trending