ભાવનગર

પાલિતાણા ધાર્મિક સ્થળનો ફરી વિવાદ, મહંત બાપુએ પોલીસ પર કર્યા આક્ષેપ

Published

on

પાલિતાણામાં શેત્રુંજી ડુંગર પર ધાર્મિક સ્થળને લઈ ફરી વિવાદ થયો છે. પોલીસ દ્વારા મહંતોને પર્વત પરના ધાર્મિકસ્થળે જતા રોકાતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. નીલકંઠ મહાદેવ મંદિરના મહંત સ્વામી શરણાનંદ બાપુએ પોલીસ પર અટકાવતા હોવાનો આરોપ લગાવ્યો છે. સ્વામી શરણાનંદ બાપુ દ્વારા વીડિયો વાયરલ કરી પીઆઇ પી.બી જાદવ પર આરોપ લગાવવામાં આવ્યા છે. પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇની સૂચનાથી સનાતનની સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, સાધુ-સંત અને પાલીતાણાની આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છેદત્તાત્રેય શિખરનો વિવાદ આઝાદીકાળથી ચાલી રહ્યો છે. દત્તાત્રેય શિખર ઉપર ભગવાન દત્તાત્રેયના પગલા આવેલા છે. જૈનો માને છે કે શિખર પર જે પગલા છે તે નેમિનાથના છે. બંને પક્ષે હાઈકોર્ટમાં પોતાનો દાવો રજૂ કર્યો છે. હાઈકોર્ટે જૈન સમુદાયને પૂજા કરવાની સત્તા આપી નથી. જૈન સમાજનો દાવો છે કે બંને પક્ષ પોતાની શ્રદ્ધા પ્રમાણે પૂજા કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version