પાક.નું જાસૂસી નેટવર્ક: નૌકાદળના 13 કર્મચારી શંકાના રડારમાં

પાકિસ્તાન સાથે જોડાયેલા જાસૂસી નેટવર્કની શંકાને પગલે આંધ્રપ્રદેશ અને દેશના અન્ય ભાગોમાં એક મોટું ’કાઉન્ટર-ઇન્ટેલિજન્સ’ (પ્રતિ-ગુપ્તચર) અભિયાન શરૂૂ કરવામાં આવ્યું છે. આ તપાસમાં 18 લોકો…

પાકિસ્તાન સાથે જોડાયેલા જાસૂસી નેટવર્કની શંકાને પગલે આંધ્રપ્રદેશ અને દેશના અન્ય ભાગોમાં એક મોટું ’કાઉન્ટર-ઇન્ટેલિજન્સ’ (પ્રતિ-ગુપ્તચર) અભિયાન શરૂૂ કરવામાં આવ્યું છે. આ તપાસમાં 18 લોકો શંકાના દાયરામાં છે, જેમાં નૌકાદળના 13 કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

રાજ્યની કાઉન્ટર-ઇન્ટેલિજન્સ (CI) વિંગે ’ઓપરેશન ફાયરવોલ-2026’ શરૂૂ કર્યું છે. આ અંતર્ગત 12 ટીમો તૈનાત કરવામાં આવી છે જે આંધ્રપ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકસાથે તપાસ કરી રહી છે.

આ ઓપરેશન શંકાસ્પદ વ્યક્તિઓ અને પાકિસ્તાની ગુપ્તચર એજન્ટો (PIOs) વચ્ચેના કથિત જોડાણો પર કેન્દ્રિત છે, ખાસ કરીને એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન પ્લેટફોર્મ્સ દ્વારા થતી વાતચીતના સંદર્ભમાં. તપાસકર્તાઓ વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌકાદળ અને સંરક્ષણ સંસ્થાઓને લગતી સંવેદનશીલ માહિતીને નિશાન બનાવવાની કથિત ઘટનાની તપાસ કરી રહ્યા છે; ઉલ્લેખનીય છે કે વિશાખાપટ્ટનમ ભારતનાં પૂર્વ કિનારે આવેલું વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ નૌકાદળનું મથક છે. અધિકારીઓને આશંકા છે કે ગુપ્ત માહિતી એકત્ર કરીને પાકિસ્તાન સાથે જોડાયેલા એજન્ટોને પહોંચાડવામાં આવી હોઈ શકે છે. તપાસ દરમિયાન અનેક શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 18 શંકાસ્પદ વ્યક્તિઓમાંથી ઓછામાં ઓછા બે વિરુદ્ધ પ્રાથમિક પુરાવા મળ્યા છે.

વિશાખાપટ્ટનમમાં, કાઉન્ટર-ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ અન્નામ સાઈ વરાપ્રસાદની ધરપકડ કરી છે. તે નૌકાદળ સાથે કામ કરતો નાગરિક કોન્ટ્રાક્ટ ડ્રાઈવર છે અને તેના પર સંરક્ષણ સંસ્થાઓ વિશેની સંવેદનશીલ માહિતી પાકિસ્તાન સાથે જોડાયેલા એજન્ટને પહોંચાડવાનો આરોપ છે. તપાસકર્તાઓ એ તપાસ કરી રહ્યા છે કે શું તેને માહિતીના બદલામાં પૈસા મળ્યા હતા.

આ સંબંધિત અન્ય એક ઘટનામાં, શનિવારે કોઈમ્બતુરથી 31 વર્ષીય નૌકાદળના નાવિક પ્રદીપ મુખર્જીની ધરપકડ કરવામાં આવી હતી. મુખર્જી 2014માં ભારતીય નૌકાદળમાં જોડાયા હતા અને ધરપકડ સમયે કોઈમ્બતઘ્ર્ખ્રડ્ડ તાલીમ અભ્યાસક્રમમાં ભાગ લઈ રહ્યા હતા. તેમના પર ’હનીટ્રેપ’માં ફસાયા બાદ પાકિસ્તાન સાથે જોડાયેલા એજન્ટોને દરિયાઈ સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી લીક કરવાનો આરોપ છે. બાકીના 16 શંકાસ્પદ વ્યક્તિઓ સામે તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *