સુપર-8માં પહોંચવા બાબતે સસ્પેન્સ યથાવત
T20 વર્લ્ડ કપમાં ફરી એકવાર ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું છે. આ દરમિયાન ભારત ફરી એકવાર પોઇન્ટ ટેબલ પર પહેલાનંબરે પહોંચ્યું છે. ખાસ વાત એ છે કે, પાકિસ્તાની ટીમ હવે પોઇન્ટ ટેબલમાં યુએસએથી પણ નીચે સરકી ગઈ છે. ભારતે પાકિસ્તાનને T20 વર્લ્ડ કપની મેચમાં હરાવીને વધુ 2 પોઇન્ટ મેળવ્યા છે. આ જીત સાથે ટીમ ઇન્ડિયાના કુલ 6 પોઇન્ટ થયા છે અને સુપર 8માં પોતાની જગ્યા પણ પાક્કી કરી લીધી છે. આ વર્ષે T20 વર્લ્ડ કપમાં ભારતે પહેલી મેચમાં યુએસએને હરાવ્યું હતું, ત્યારબાદ બીજી મેચમાં નામીબિયા પર જીત મેળવી અને હવે ત્રીજી મેચમાં પાકિસ્તાનને પણ પરાજય આપ્યો છે.
મેચ પહેલાં અપેક્ષા હતી કે પાકિસ્તાની ટીમ બરાબરની ટક્કર આપશે, પરંતુ હકીકતમાં મેચ એકતરફી સાબિત થઈ. T20 વર્લ્ડ કપના ગ્રુપ અના પોઇન્ટ ટેબલમાં ટીમ ઇન્ડિયા પ્રથમ સ્થાને છે. આ વચ્ચે યુએસએની ટીમ બીજા સ્થાને પહોંચી ગઈ છે. યુએસએ અને પાકિસ્તાનના પોઇન્ટ સમાન હોવા છતાં, આ મેચમાં મોટી હારને કારણે પાકિસ્તાનની નેટ રન રેટ ખરાબ થઈ છે. ભારતની ત્રણ જીત બાદ નેટ રન રેટ 3.050 થઈ છે, જ્યારે યુએસએની નેટ રન રેટ 0.788 છે. બીજી તરફ પાકિસ્તાનનો નેટ રન રેટ -0.403 સુધી નીચે પહોંચી ગઈ છે. હવે અહીંથી પાકિસ્તાની ટીમ સુપર 8માં પહોંચી શકશે કે નહીં, તેને લઈને સસ્પેન્સ યથાવત છે.
