પાકિસ્તાન દ્વારા 45 દિવસનો યુદ્ધ વિરામનો પ્રસ્તાવ; ઇરાનની સહમતી માટે રાહ

હવે હુમલા થશે તો ખાડી દેશોના ઓઇલ-ડિસેલિનેશન પ્લાન્ટ ઉડાવી દેવાની ઇરાનની ધમકી મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે પાકિસ્તાનની આગેવાનીમાં મીડિયેશન ટીમે યુએસ અને…

હવે હુમલા થશે તો ખાડી દેશોના ઓઇલ-ડિસેલિનેશન પ્લાન્ટ ઉડાવી દેવાની ઇરાનની ધમકી

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે પાકિસ્તાનની આગેવાનીમાં મીડિયેશન ટીમે યુએસ અને ઈરાન વચ્ચે 45 દિવસના અસ્થાયી સીસફાયર માટે છેલ્લો પ્રયાસ કર્યો છે. જો કે, આ પ્રયાસમાં સફળતાની સંભાવના અત્યંત ઓછી છે. મીડિયેટર્સે ચેતવણી આપી છે કે તેહરાન પર વધુ હુમલો થશે તો ગલ્ફ દેશોની તેલ અને ડિસેલિનેશન સુવિધાઓને નિશાન બનાવીને તીવ્ર પ્રતિકાર થઈ શકે છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટેનું અલ્ટીમેટમ આપ્યું છે, જેની સમયમર્યાદા મંગળવાર સાંજે 8 વાગ્યે (ઈસ્ટર્ન ટાઈમ) પૂરી થવાની છે. આ અલ્ટીમેટમને 20 કલાક માટે વધારવામાં આવ્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો સમજૂતી ન થશે તો ઈરાનના તમામ પાવર પ્લાન્ટ અને અન્ય મહત્વની સુવિધાઓને નષ્ટ કરી દેવામાં આવશે. પાકિસ્તાન, ઈજિપ્ત અને તુર્કીની મદદથી મીડિયેશન ચાલી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચે સીધા સંદેશાઓનું આદાન-પ્રદાન પણ થઈ રહ્યું છે. યુએસ તરફથી અનેક પ્રસ્તાવ મૂકવામાં આવ્યા છે, પરંતુ ઈરાને કોઈ સ્વીકાર્યા નથી.

પ્રથમ તબક્કામાં 45 દિવસનો સીસફાયર જાહેર કરીને યુદ્ધને સ્થગિત કરવું અને આ સમયગાળામાં કાયમી શાંતિ માટે વાતચીત કરવી. જો જરૂૂર પડે તો આ સમય વધારી શકાય અને બીજા તબક્કામાં યુદ્ધનું સંપૂર્ણ સમાપન કરવાની વ્યવસ્થા કરવી.

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના નૌસેના વિભાગે કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટની સ્થિતિ યુદ્ધ પહેલાં જેવી ક્યારેય પાછી નહીં આવે, ખાસ કરીને અમેરિકા અને ઈઝરાયેલ માટે. ઈરાને પાકિસ્તાની મીડિયેટર્સને જણાવ્યું છે કે તે ઈસ્લામાબાદમાં અમેરિકી અધિકારીઓ સાથે મુલાકાત કરવા તૈયાર નથી અને વોશિંગ્ટનના પ્રસ્તાવને ‘અસ્વીકાર્ય’ ગણાવ્યો છે.

આ તનાવ વચ્ચે ઓમાને હોર્મુઝમાં વેપારી વહીવટ સુરક્ષિત રાખવા માટે ઈરાન સાથે તાત્કાલિક વાતચીત કરી છે. ભારત માટે આ વિસ્તાર ઊર્જા આયાતનો મહત્વનો માર્ગ છે, તેથી વર્તમાન સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે તાજેતરમાં પ્રાદેશિક દેશો સાથે વાતચીત કરીને સ્થિરતા જાળવવા પર ભાર મૂક્યો હતો. જો આ છેલ્લો પ્રયાસ નિષ્ફળ જાય તો મધ્ય પૂર્વમાં વ્યાપક યુદ્ધ વધી શકે છે, જે વૈશ્વિક તેલ પુરવઠા અને અર્થતંત્રને ગંભીર અસર કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *