ભારત સામેની હારથી પાકિસ્તાન હોકી વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયું

ભારતે ગઈ કાલે અહીં પાકિસ્તાન ને મેન્સ હોકીના એફઆઇએચ વર્લ્ડ કપમાં 10,000 પ્રેક્ષકોની હાજરીમાં 5-3થી પરાસ્ત કરીને ટૂર્નામેન્ટની બહાર કરી દીધું હતું. ગ્રૂપ-ડીમાંથી ભારત અને…

ભારતે ગઈ કાલે અહીં પાકિસ્તાન ને મેન્સ હોકીના એફઆઇએચ વર્લ્ડ કપમાં 10,000 પ્રેક્ષકોની હાજરીમાં 5-3થી પરાસ્ત કરીને ટૂર્નામેન્ટની બહાર કરી દીધું હતું. ગ્રૂપ-ડીમાંથી ભારત અને ઇંગ્લેન્ડ બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે. પાકિસ્તાન માટે આ મેચ જીતવી અત્યંત જરૂૂરી હતી, પણ એનો ઘોર પરાજય થયો હતો.

ભારત અને પાકિસ્તાન 2010ની સાલ બાદ (16 વર્ષે) હોકીના વર્લ્ડ કપમાં ફરી સામસામે આવ્યા અને એમાં કેપ્ટન હરમનપ્રીત સિંહના બે ગોલ, અભિષેકના પણ બે ગોલ તેમ જ વાઇસ-કેપ્ટન હાર્દિક સિંહના એક ગોલની મદદથી ભારતે શાનદાર વિજય મેળવ્યો હતો.

ભારતે પ્રથમ મેચમાં વેલ્સને 3-1થી હરાવ્યું હતું, પરંતુ ઇંગ્લેન્ડ સામેની બીજી મેચમાં ભારતનો 2-4થી પરાજય થયો હતો. પાકિસ્તાન આઠ વર્ષે વર્લ્ડ કપમાં ફરી રમ્યું અને ભારતે એની વહેલી એક્ઝિટ કરાવી દીધી.
ઍમ્સ્ટલ્વીનના વેગ્નર સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન 1973ની સાલ બાદ (53 વર્ષે) ફરી એક વખત વર્લ્ડ કપમાં સામસામે આવ્યા અને એમાં ભારતે વિજયીડંકો વગાડ્યો. 1973માં વિશ્વ કપની સેમિ ફાઇનલમાં ભારતનો પાકિસ્તાન સામે 1-0થી વિજય થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *