લોખંડને કાપવા માટે લોખંડ જ બનવુ પડે. આ કહેવત પાકિસ્તાનમાં સાબિત થઈ રહી છે. ભલે મોડું થયું હોય પરંતુ પાકિસ્તાનમાં ઈમરાનના સમર્થકો હવે કહેવતને સાચી સાબિત કરવા માટે તૈયાર થયા છે. જે સેનાની તાકાતથી પાકિસ્તાનના તાનાશાહ જનરલ ઈમરાન થાન પર અત્યાચાર થઈ રહ્યા છે અને બંદૂકના જોરે આખા દેશને દબાવવામાં આવી રહ્યો હતો. એ જ તાકાતને જવાબ આપવા માટે ઈમરાનના સમર્થકોએ પોતાની સેના બનાવી છે.
પાકિસ્તાનમાં ઈમરાન સમર્થકોએ સંપૂર્ણ બ્રિગેડ તૈયાર કરી છે. જેમાં હજારો યુવાનો જોડાયા છે. અને આ બ્રિગેડ હાલમાં એક્શન મોડમાં છે. પાકિસ્તાનનો ખૈબર પખ્તૂનખ્વા પ્રાંત એ વિસ્તાર છે જ્યાં પઠાનોનું પ્રભુત્વ છે. જે કબીલામાંથી ઈમરાન ખાન પણ આવે છે. જ્યાં હજારે ઈમરાન સમર્થકોએ નાકાબંધી કરી છે. જેનાથી ખૈબરનો સંબંધ પાકિસ્તાન સાથે તુટી ગયો છે.
આ સમાચાર મળતા જ જનરલ મુનીરના હોશ ઉડી ગયા. ઇમરાન સમર્થકોએ મુક્ત કરવાની માંગને લઈને સંગઠીત સેના બનાવી અને ખૈબરના બ્રિજ પર કબજો કરીને સમગ્ર વિસ્તારમાં સંપર્ક તોડી નાખ્યો. મુનીરે તરત જ 5 હજાર સૈનિકોને ખૈબર તરફ મોકલ્યા, પરંતુ નાકાબંધી એટલી કડક છે કે પાકિસ્તાની સેના હાલ કંઈ કરી શકતી નથી. હવે ઇમરાન ફોર્સ ખૈબર બાદ ઇસ્લામાબાદ કૂચ કરવાની તૈયારીમાં છે.ઇમરાન ખાનની આ આર્મી ખૈબરના ઈખ સુહૈલ અફરીદીએ બનાવી છે. સુહૈલ અફરીદીને મુનીરે એસેમ્બલીમાંથી ધક્કો મારી બહાર કાઢ્યા હતા. સુહૈલ આખા ખૈબરમાં યુવાનોને ઇમરાન સાથે જોડવાની અભિયાન ચલાવી રહ્યા છે. 10 હજારથી વધુ યુવાનો ઇમરાન આર્મી સાથે જોડાયા હોવાના અહેવાલ છે. ઇમરાનની આર્મીને ઙઝખ અને ઝઝઙ જેવી સંસ્થાઓએ સમર્થન આપ્યું છે. ઙઝખ એટલે પશ્તૂન તહાફુઝ મૂવમેન્ટ અને TTP એટલે તહરીક-એ-તાલિબાન.
ઇમરાનની પાર્ટી સાથે મળીને બંને સંગઠનોએ ઇસ્લામાબાદ કૂચની જાહેરાત કરી છે.
પાકિસ્તાનમાં ઇમરાન સમર્થકો શું કરી શકે છે તેનો અંદાજ કદાચ મુનીરને નથી. નવાઝ શરીફના વિરોધમાં PTI સમર્થકોએ ખૈબરથી લઈને કરાચી, લાહોર અને ઇસ્લામાબાદ સુધી પ્રદર્શનોથી હચમચાવી નાખ્યું છે. આ વખતે તો તહરીક-એ-તાલિબાન અને પશ્તૂન તહાફુઝ મૂવમેન્ટ જેવા સશસ્ત્ર સંગઠનોનો પણ ટેકો મળ્યો છે. ખૈબર પ્રાંતના પુલ પર જે દ્રશ્યો દેખાઈ રહ્યું છે તે માત્ર ટ્રેલર છે. આગામી દિવસોમાં જ્યારે ઇમરાન ફોર્સ સમગ્ર પાકિસ્તાનમાં ફ્લેગ માર્ચ કરશે, ત્યારે સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
મુનીર સામે કેમ ભડકી શકે સિવિલ વોર?
ઇમરાન ખાનને 30 મહિનાથી જેલમાં રાખવામાં આવ્યા છે. પૂર્વ પ્રધાનમંત્રીને બેઝિક સારવાર પણ મળી રહી નથી એવી ફરિયાદ છે. ઇમરાનને આઈસોલેશન સેલમાં રાખવામાં આવ્યા છે અને કોઈને મળવા દેવાતા નથી. સારવારના અભાવે તેની આંખની રોશની 85% ઘટી ગઈ છે. ડોક્ટરોના મત મુજબ ઈમરાનને ગમે ત્યારે સ્ટ્રોક આવી શકે છે. કોર્ટના આદેશોનું પણ પાલન ન થતું હોવાનો આરોપ છે. ફક્ત ઇમરાન જ નહીં, તેમની પત્ની બુશરા બીબી પણ અડિયાલા જેલમાં સજા ભોગવી રહી છે.. સેના પ્રમુખ બન્યા બાદ મુનીરે ઇમરાન અને બુશરા બીબી વિરુદ્ધ 100થી વધુ કેસ નોંધાવ્યા, જેમાંથી એક ડઝન કેસ હાઈ અને લોવર કોર્ટમાં ચાલી રહ્યા છે.
10 દિવસમાં નિર્ણય લો નહીંતર… તણાવ વચ્ચે ટ્રમ્પની ઈરાનને છેલ્લી ચેતવણી
હવે પાકિસ્તાનના લોકો જનરલ મુનિર સામે વ્યક્તિગત રીતે વેર લઈ રહ્યા છે. કેમ કે, પ્રધાનમંત્રી તરીકે ઇમરાને મુનીરને ઈંજઈં ચીફના પદ પરથી હટાવ્યો હતો.. ત્યાર બાદ ઇમરાન પદ પરથી હટતા જ મુનીર સેના પ્રમુખ બન્યા અને ત્યારથી બંને વચ્ચેનો સંઘર્ષ ઉગ્ર બન્યો છે.
