લોડર્સના લોન્ગ રૂમમાં લાગી સ્ટુઅર્ડ બ્રોડ અને જેમ્સ એન્ડરસનની પેઇન્ટિંગ

  પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ-મેચ પહેલાં ઇંગ્લેન્ડના બે ટોપ બોલર્સના શાનદાર પેઇન્ટિંગનું અનાવરણ કરવામાં આવ્યું હતું. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના લોન્ગ રૂૂમમાં સ્ટુઅર્ટ બ્રોડ…

 

પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ-મેચ પહેલાં ઇંગ્લેન્ડના બે ટોપ બોલર્સના શાનદાર પેઇન્ટિંગનું અનાવરણ કરવામાં આવ્યું હતું. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના લોન્ગ રૂૂમમાં સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ ઍન્ડરસને એકસાથે પોતાના પેઇન્ટિંગ પરથી પરદો હટાવ્યો હતો. જેમ્સ ઍન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ વિકેટ લેનાર ટોપ ટૂ બોલર્સ છે.

જેમ્સ ઍન્ડરસને 2024 સુધી 401 મેચોમાં 991 વિકેટ લીધી છે. તે 44 વર્ષની ઉંમરે હજી પણ ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યો છે. સ્ટુઅર્ટ બ્રોડે 2023 સુધી 344 મેચોમાં 847 વિકેટ લીધી હતી. 40 વર્ષનો સ્ટુઅર્ટ બ્રોડ હવે કોમેન્ટેટર છે. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડનો લોન્ગ રૂૂમ એ જગ્યા છે જ્યાં ક્લબના સભ્યો બેસીને મેચો નિહાળે છે. ડ્રેસિંગ રૂૂમમાંથી નીકળતો દરેક ક્રિકેટર આ જ લોન્ગ રૂૂમમાંથી પસાર થઈને મેદાન પર ઊતરે છે. આ લોન્ગ રૂૂમમાં સચિન તેન્ડુલકર સહિત અનેક ક્રિકેટર્સનાં પોર્ટ્રેટ દીવાલોની શોભા વધારી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *