લોન લેવાના બહાને પાનના ધંધાર્થી સાથે 8.85 લાખની ઠગાઇ

મિત્રની લોન કરાવવા જતા યુવાને કમિશન પેટે આપેલા પૈસા ફાઈનાન્સ એજન્ટ ચાંઉ કરી ગયો લોન પાસ થયાના સેકસન લેટર ન આપતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી…

મિત્રની લોન કરાવવા જતા યુવાને કમિશન પેટે આપેલા પૈસા ફાઈનાન્સ એજન્ટ ચાંઉ કરી ગયો

લોન પાસ થયાના સેકસન લેટર ન આપતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી

શાપર વેરાવળનાં પાનનાં ધંધાર્થીનાં મિત્રનાં પ્રોપર્ટી ડોકયુમેન્ટ પરથી લોન કરાવી આપવાનાં બહાને રાજકોટ શહેરમા ધ સ્પાયર બિલ્ડીંગમા મીન્ટીફાઇ ફાયનાન્સ કંપનીનાં લોન એજન્ટે રૂ. 8.85 લાખ રૂપીયા પડાવી લઇ ઠગાઇ કર્યાની ફરીયાદ રાજકોટ તાલુકા પોલીસ મથકમા નોંધાય છે.

રાજકોટ શહેરનાં મવડી વિસ્તારમા આવેલા ગ્રીન પાર્ક સોસાયટીમા રહેતા કલ્પેશભાઇ માધવજીભાઇ ખુટ (ઉ. વ. 33 ) નામનાં યુવાને પોતાની ફરીયાદમા શિતલ પાર્ક સર્કલ પાસે આવેલા ધ સ્પાયર બિલ્ડીંગમા આવેલી મિન્ટીફાઇ ફાઇનાન્સ કંપનીનાં લોન એજન્ટ મેહુલ શંભુભાઇ દાફડાનુ નામ આપતા તેમની સામે છેતરપીંડી અંગેનો ગુનો નોંધવામા આવ્યો છે. આ બનાવમા કલ્પેશભાઇએ પોતાની ફરીયાદમા જણાવ્યુ કે તેઓ શાપર ચોકડી સફાયા ટાવરમા ડ્રીમ લેન્ડ પાનની દુકાન ચલાવે છે . દોઢક વર્ષ પહેલા તેઓ પોતાની દુકાને હતા ત્યારે તેઓની દુકાને આવતા જયદીપભાઇ ચૌહાણ મારફતે મેહુલ દાફડાની ઓળખાણ થઇ હતી અને આ મેહુલ લોન એજન્ટ હોવાનુ જાણવા મળ્યુ હતુ તેમજ આ મેહુલ અવાર નવાર પાનની દુકાને આવતો હોય જેથી તેની સાથે ઓળખાણ થઇ હતી અને તેમણે મિન્ટીફાઇ ફાઇનાન્સ કંપનીમા સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતો હોવાની કબુલાત આપી હતી.

ત્યારબાદ આ મેહુલ તેમની સાથે તેમનાં સાહેબ અમીત સકશેનાં અને એક વકીલને સાથે લઇ દુકાને આવ્યો હતો અને તેમને કહયુ હતુ કે તેમણે મુંબઇ વાળા સાહેબ સાથે સારા સબંધ છે તમારી લોન કરાવી આપીશ . ત્યારબાદ કલપેશભાઇ તેમનાં ગોંડલ રહેતા મિત્ર તેજસભાઇ કીશોરભાઇ જડીયાને લોન લેવી હોય જેથી લોન અંગેની વાત કરી હતી અને બાદમા તેજસભાઇએ તેમનાં પ્રોપર્ટીનાં ડોકયુમેન્ટર પર લોન લેવી હોય માટે કલપેશભાઇને વોટસએપ પર ડોકયુમેન્ટ મોકલયા હતા. અને કલપેશભાઇએ આ ડોકયુમેન્ટ મેહુલભાઇને મોકલ્યા હતા . આમ ફરીયાદી કલ્પેશભાઇએ બે પ્રોપર્ટીની ફાઇલ આરોપી મેહુલને મોકલી હતી.

ફાઇલ મોકલ્યા બાદ મેહુલે કહયુ હતુ કે લોન પાસ થાય તેનાં 1 ટકા લેખે કમિશન આપવાનુ રહેશે. જેથી તેજસ ભાઇએ જવાબ આપતા હા પાડી હતી અને થોડા દિવસ બાદ પ્રથમ પ્રોપર્ટી લોનનો શેકસન લેટર ફરીયાદી કલ્પેશભાઇને વોટસએપ કર્યો હતો. જેની કિંમત રૂ. 2.30 કરોડ હતી. ત્યારબાદ તા. 27-3 નાં રોજ બીજી પ્રોપર્ટીનાં ડોકયુમેન્ટ પર રૂ. 7.90 કરોડ ની લોન પાસ થઇ હતી જેનો સેકશન લેટરનો ફોટો પાડી મેહુલે કલ્પેશભાઇને મોકલ્યો હતો ત્યારબાદ અલ્પેશભાઇએ બંને સેકશન લેટર સાચા હોવાની ખરાઇ કર્યા બાદ તેમને અલગ અલગ સમયે 9.35 લાખ કમીશન પેટે ચુકવ્યા હતા.

આ નાણા ચુકવ્યા છતા આરોપી મેહુલ સેકશન લેટર આપતો ન હોય જેથી તેમની પાસેથી કમીશન પટેલે આપેલા નાણાની ઉઘરાણી કરતા તેમણે પ0 હજાર પરત આપી દીધા હતા અને ત્યારબાદ અલગ અલગ બહાના કાઢતો હોય છેવટે તેમણે ફોન સ્વીચ ઓફ કરી નાખતા ફરીયાદી કલ્પેશભાઇને છેતરાયનો અહેસાસ થતા તેઓએ પોલીસમા અરજી કરી હતી અને આ અરજીને ધ્યાનમા રાખી તાલુકા પોલીસે છેતરપીંડી અંગેનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *