ઉનાના દેલવાડા ગામમાં છેલ્લા પાંચ વર્ષથી દેલવાડા નિધી ક્રેડીટ સોસાયટી દ્વારા ચાલતા કૌભાંડમાં પોલીસની ઢીલી નીતિ સામે લોકોનો આક્રોશ ફાટયો હતો અને બે હજાર લોકોએ પોલીસ સ્ટેશને હલ્લાબોલ કરતા અંતે પોલીસે નિધી ક્રેડીટ સોસાયટી- શરાફી મંડળીના સંચાલકો મનીષા ચંદ્રકાંત પંડયા, મેનેજર દિનેશ રાઠોડ સામે ગુનો નોંધ્યો છે અને છેતરાયેલા લોકોને પુરાવા સાથે ફરીાયદ નોંધાવવા અપીલ કરી છે.
પોલીસની પ્રાથમીક તપાસમાં 17 જેટલા લોકો સાથે રૂા.1 કરોડ 50 લાખ 63 હજારની છેતરપીંડી થયાનું બહાર આવ્યું છે ત્યારે ચીટિંગનો આ આંકડો રૂા.20 કરોડને વટાવી જવાની શકયતા દર્શાવાઇ રહી છે. પોલીસે ભોગ બનેલા 80 લોકોનું લિસ્ટ બનાવ્યું છે.
હાલ આ કિસ્સામાં ફરિયાદી વૈશાલીબેન વિજયભાઇ ફુલબારૈયા, રહે. દેલવાડા એ ઉના પોલીસને આપેલી ફરિયાદ અંતર્ગત દેલવાડા નિધી ક્રેડીટ સોસાયટી – શરાફી સહકારી મંડળી ચલાવતા મનિષાબેન ચંદ્રકાંન્તભાઇ પંડ્યા ,મેનેજર દિનેશભાઇ રાઠોડે ઊંચા વ્યાજની લાલચ આપી કુલ રૂૂ.1,50, 63, 404 ની છેતરપિંડી કરી છે. આ આંકડો ફક્ત FIR માં નોંધાયેલા 17 રોકાણકારો અને ફરિયાદીના પરિવારનો છે.
બનાવની શરૂૂઆત ચાર-પાંચ વર્ષ પહેલા થઈ હતી. વૈશાલીબેન પિયર દેલવાડા આવેલા ત્યારે તેમના ઘર ની પાછળના ભાગે રહેતા મનિષાબેન સાથે ઓળખાણ થઈ હતી મનિષાબેને પોતે શરાફી સહકારી મંડળી – નિધી ક્રેડીટ સોસાયટી ચલાવતા હોવાનું, બધો વહીવટ પોતે સંભાળતા હોવાનું અને પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા હોવાથી પૈસા સલામત હોવાનું કહ્યું. સરકારી બેંક કરતા વધુ વ્યાજ આપીએ છીએ એવી વાત કરી. આ વાત સાંભળી વૈશાલીબેન અને તેમના પતિ વિજય ભાઇ રતિલાલભાઇ ફુલબારૈયા, જેઓ વેપારી છે અને મર્ચન્ટ નેવી બેકગ્રાઉન્ડ ધરાવે છે, બંને દેલવાડા ઓફિસે ગયા. ત્યાં તેમને દર મહિને 2 ટકા એટલે વાર્ષિક 24 ટકાનફો આપવાની અને એક અઠવાડિયા પહેલા કહેવા થી રૂૂપિયા પાછા મળી જશે એવી ખાતરીઆપવા માં આવી.
આ વિશ્વાસ પર સને 2020 માં પહેલા રોકડા રૂૂ.5,00,000 આપવામાં આવ્યા. બે-ત્રણ મહિના પછી ફરી રૂૂ.9,00,000 રોકડા આપ્યા.ત્યારબાદ સને 2020 માં જ અલગ અલગ 3 ચેક મળી રૂૂ.12,00,000, સને 2021 માં 3 ચેક મળી રૂૂ.7,00,000, સને 2022-23 માં મેનેજર દિનેશભાઇ રાઠોડની હાજરીમાં રૂૂ.3,00, 000 નો ચેક અને સને 2024 માં ફરી રોકડા રૂૂ.3,00, 000 આપવામાં આવ્યા. આ રીતે ચેકથી કુલ રૂૂ.25.5 લાખ અને રોકડા મળી કુલ રૂૂ.45,00,000 વૈશાલીબેને એકલાએ રોક્યા. દરેક વખતે જઇઈં નો સહી કરેલો બ્લેન્ક ચેક સિક્યુરિટી તરીકે હોવાનું કહેવાયું. નવાઈની વાત એ છે કે આટલી મોટી રકમ લીધા છતાં કોઈ પહોંચ, રસીદ બુક, લેજર કે કોમ્પ્યુટર એન્ટ્રી આપવામાં આવી ન હતી. પૈસા લેતી વખતે માત્ર મૌખિક નોંધ અને ડાયરીમાં નામ લખવાની પદ્ધતિ હતી.
આ કૌભાંડમાં વૈશાલીબેનનો પરિવાર પણ ફસાયો છે. તેમના સસરા રતિલાલ બાબુભાઇ ફુલબારૈયાએ રૂૂ.10,50, 000 અને નણદોયા વિનોદકુમાર હરજીવનભાઇ બારૈયા એ પોતાના દીકરા આકાશના નામે રૂૂ.15,00,000 રોક્યા છે. એટલે એક જ પરિવારનો કુલ આંકડો રૂૂ.70,50,000 થાય છે. ઋઈંછ માં આ સિવાય બીજા 17 રોકાણકારોના નામ છે જેમનો કુલ સરવાળો રૂૂ.80,13,404 થાય છે. બંને મળીને ઋઈંછ નો સત્તાવાર આંકડો રૂૂ.1,50,63,404 બને છે.
એક વર્ષ પહેલા જ્યારે વૈશાલીબેને પૈસા પાછા માંગ્યા ત્યારે નવો તબક્કો શરૂૂ થયો. મનિષાબેન અને દિનેશ ભાઇએ કહ્યું કે ચિંતા ન કરો, સ્ટેમ્પ પેપર પર લખી આપીએ છીએ. સને 2025 માં કુલ 6 સ્ટેમ્પ પેપર પર વ્યાજ સહિત પૈસા પાછા આપવાની બાંહેધરી લખી આપી, પણ પૈસા આવ્યા નહીં. છેલ્લે તા.22/10/2026 ના રોજ વધુ 3 સ્ટેમ્પ પેપર લખી આપ્યા જેમાં ડિસેમ્બર 2026 સુધીમાં વ્યાજ સહિત રકમ પરત કરવાનું લખ્યું. આમ કુલ 9 સ્ટેમ્પ પેપર થયા. ત્યારબાદ બંને આરોપીઓ એ ફોન ઉપાડવાનું બંધ કર્યું. FIR માં નોંધાયેલા ફોન નંબર 84011 18529 અને 74055 16742 સ્વીચ ઓફ થઈ ગયા હતા અને દેલવાડા ગામે આવેલી ઓફિસે તાળું મારી રફુચક્કર બની જતા લોકો ના કરોડો રૂૂપિયા ડુબી ગયાં હોવાની ચર્ચા ઉઠી હતી.
છેલ્લા પંદર દિવસથી આ કૌભાંડ થયાં ના અખબારી એહવાલ બાદ રોકાણકારો ઉના પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા રહ્યા, અરજી આપતા રહ્યા છતાં ઋઈંછ લેવાતી ન હતી એવી લોકફરિયાદ હતી. આખરે વાત લોકપ્રિય ગાયિકા અને ઉના નગરપાલિકાના કાઉન્સિલર રાજલ બારોટ અને તેમના પતિ પૂર્વ કાઉન્સિલર અલ્પેશ ભાઈ બાંભણીયા સુધી પહોંચી. તેમના સમર્થન પછી દેલવાડા, નવાબંદર, દાંડી, ચાંચકવડ, ઉનાથી બે હજાર થી વધુ લોકો એકઠા થયા. પોલીસ અધિકારી અને નાયબ કલેકટરનો ઘેરાવ કર્યો, સૂત્રોચ્ચાર કર્યા, કલાકો સુધી રજૂઆત ચાલી જન આંદોલન અને હલ્લાબોલ પછી તા.03/11/2026 ના આખરે FIR નોંધાઈ અને તપાસ શરૂૂ થઈ.
હવે બેંક ખાતા સીઝ કરવા અને રેકોર્ડ કબજે કરવાની કાર્યવાહી ચાલી રહી છે.આ કેસમાં સૌથી મોટી ચાલાકી પહોંચ વગર પૈસા લેવાની હતી. ફરિયાદીઓનું કહેવું છે કે લાખો રૂૂપિયા રોકડા લીધા પણ કોઈ રસીદ આપી નહીં. ન રસીદ બુક, ન લેજર, ન કોમ્પ્યુટર એન્ટ્રી. માત્ર ડાયરીમાં નામ લખી દેવાનું. પોસ્ટ ઓફિસમાં નોકરી કરું છું એવિશ્વાસ નો લાભ લીધો. પહોંચ માંગો તો કાલે આપીશ, અત્યારે બુક નથી એવું કહી ટાળી દેવાનું. જઇઈં ના બ્લેન્ક ચેક પર સહી લઈ સિક્યુરિટી હોવાનો વિશ્વાસ અપાયો, પણ હકીકતમાં એ ચેકનો કોઈ હિસાબ જ ન હતો. આ જ કારણે પુરાવા ઊભા કરવા અઘરા બન્યા અને ઘણા લોકો ડર અને શરમના કારણે આગળ આવ્યા નથી.
પોલીસે પ્રાથમિક તપાસમાં 80 થી વધુ રોકાણકારોની યાદી તૈયાર કરી છે. આ યાદી બેંક ટ્રાન્ઝેક્શન, ચેક ઝેરોક્સ અને મૌખિક નિવેદન આધારે બનાવી છે. પોલીસે અપીલ કરી છે કે જે કોઈએ દેલવાડા નિધી ક્રેડીટ સોસાયટીમાં પૈસા રોક્યા હોય તેઓ ચેકની ઝેરોક્સ, સ્ટેમ્પ પેપર, બેંક સ્ટેટમેન્ટ, કોઈ લેખિત લખાણ કે વોટ્સએપ ચેટ હોય તો ઉના પોલીસ સ્ટેશને જમા કરાવે. ઉના પોલીસે આ માટે અલગ ટેબલ બનાવ્યું છે અને નામ ગુપ્ત રાખવાની ખાતરી આપી છે. ઘણા લોકો હજુ સ્ટેમ્પ પેપર પર વિશ્વાસ રાખી બેઠા છે કે ડિસેમ્બરમાં પૈસા મળી જશે, પણ ઋઈંછ પછી સ્પષ્ટ થયું કે આ કાગળ પરનો જ ખેલ હતો.
