સરધારની હરિહરાનંદ આશ્રમની 7 હેક્ટર જમીન ખાલસા કરવા હુકમ

રાજકોટ નજીક આવેલા સરધાર ગામ ખાતે હરિહરાનંદ આશ્રમની 7 હેક્ટર જમીન સરકારે ખાલસા કરી છે. આશ્રમ પર બોગસ ખાતેદારોના નામે સરકારી જમીન ખરીદવાનો આક્ષેપ છે.…

રાજકોટ નજીક આવેલા સરધાર ગામ ખાતે હરિહરાનંદ આશ્રમની 7 હેક્ટર જમીન સરકારે ખાલસા કરી છે. આશ્રમ પર બોગસ ખાતેદારોના નામે સરકારી જમીન ખરીદવાનો આક્ષેપ છે. કલેક્ટરે આ અંગે હુકમ કરતા આ જમીન ફરી સરકાર હસ્તક જતી રહી છે.

સરધાર ગામે આવેલ પ્રસિદ્ધ હરિહરાનંદજી આશ્રમ 125 વર્ષ જુના ઐતિહાસિક હરિહરાનંદજી આશ્રમના મહંત દ્વારા ખેતીની અલગ-અલગ ચાર જમીન વેચાણથી ખેરીદવાની સાથે 2 ગુંઠા જમીન કુવા ધોરીયાના હેતુ માટે સરકારમાંથી મેળવ્યા બાદ આશ્રમના મહંતનું અવસાન થતા વર્ષ 2007માં વારસદાર દ્વારા વારસાઈ નોંધ દાખલ કરવા આવી હતી જે નોંધ વર્ષ 2009માં તકરારી બનતા જિલ્લા કલેકટર દ્વારા ખેડૂત ખાતેદાર ન હોવા છતાં ખેતીની જમીન ખરીદવા પ્રકરણમાં સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમના ભંગ બદલ પગલાં ભરવા આદેશ કરવામાં આવતા રાજકોટ સીટી પ્રાંત-ર મદદનીશ કલેકટર મહક જૈન દ્વારા સમગ્ર મામલે કેસ ચલાવી આશ્રમની 44 વીઘા જમીન ખાલસા કરી સરકાર હસ્તક લેવા હુકમ કરવાની સાથે જંત્રીની ત્રણ ગણી રકમ વસૂલવા હુકમ કર્યો હતો.

હરિહરાનંદ આશ્રમના મહંત રમેશચંદ્રાનંદ ગુરુ હરિહરાનંદ દ્વારા અલગ-અલગ પાંચ સર્વે નંબરોની કુલ 7 હેક્ટર જમીન બોગસ ખાતેદારોના નામે ખરીદવામાં આવી હતી. ગ્રામ પ્રાંત મહેક જૈન દ્રારા જમીન ખરીદી રદ કરી છે.રમેશચંદ્રાનંદને 2020માં 5 હેક્ટર જમીન ફાળવવામાં આવી હતી. જોકે, તે કયા દસ્તાવેજોના આધારે આપવામાં આવી હતી તે અંગે સ્પષ્ટતા નથી. આશ્રમની જમીન પર અતિક્રમણ થયું હોવાનું પણ બહાર આવ્યું છે, જેમાં સરકારની 5 હેક્ટર, જ્યારે આશ્રમની જમીનનો સમાવેશ થાય છે. હાલમાં, આશ્રમની 7 હેક્ટર જમીન ખાલસા કરવામાં આવી છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *