3 વર્ષથી વધુ સમયથી એક જ ટેબલ પર ફરજ બજાવતા કર્મચારીઓને અઠવાડિયામાં બદલવા આદેશ

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લા કલેકટરોને એક તાકીદનો પરિપત્ર મોકલવામાં આવ્યો છે. આ પરિપત્ર અનુસાર, જે નાયબ મામલતદારો, મહેસૂલી કારકૂનો અને મહેસૂલી…

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લા કલેકટરોને એક તાકીદનો પરિપત્ર મોકલવામાં આવ્યો છે. આ પરિપત્ર અનુસાર, જે નાયબ મામલતદારો, મહેસૂલી કારકૂનો અને મહેસૂલી તલાટીઓ છેલ્લા ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ ટેબલ કે સેજા પર ફરજ બજાવી રહ્યા છે, તેમની તાત્કાલિક ધોરણે આંતરિક ફેરબદલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં 72 જેટલા મહેસુલી તલાટી ત્રણ વર્ષથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે. સૂત્રો માંથી બહારથી મળતી અનુસાર પાંચ વર્ષથી પણ વધુ સમયથી 72 જેટલા મહેસૂલી તલાટીઓ ફરજ બજાવી રહ્યા છે.

મહેસૂલ વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, સામાન્ય વહીવટ વિભાગના 25 નવેમ્બર 2005 ના ઠરાવ અન્વયે કોઈપણ અધિકારી કે કર્મચારીને એક જ સ્થળે કે એક જ ટેબલ પર લાંબો સમય સુધી ચાલુ ન રાખવા અંગેની સ્પષ્ટ જોગવાઈઓ અમલમાં છે. તેમ છતાં, અત્રેના વિભાગ દ્વારા ગત 1 જુલાઈ 2016/2026 ની સ્થિતિએ મેળવવામાં આવેલી સમીક્ષા માહિતીમાં એવું ધ્યાને આવ્યું છે કે કેટલાક નાયબ મામલતદાર, મહેસૂલી કારકૂન અને મહેસૂલી તલાટીઓ પોતાના નિયત ટેબલ કે સેજા પર ત્રણ વર્ષ કરતાં પણ વધુ સમયથી અડિંગો જમાવીને બેઠા છે.એક જ ટેબલ પર લાંબા સમય સુધી કર્મચારીઓની હાજરીના કારણે વહીવટી કાર્યોમાં ગેરરીતિઓની સંભાવના વધી જાય છે તેમજ સામાન્ય પ્રજાના કામોમાં વિલંબ કે ભ્રષ્ટાચારની ફરિયાદોને વેગ મળે છે.

આ બાબતને ગંભીરતાથી લઈને વહીવટી હિતમાં સરકારે આ કડક રૂૂખ અપનાવ્યો છે. પરિપત્રમાં જણાવ્યા અનુસાર જણાવવામાં આવ્યું છે કે, જે-તે જિલ્લાના કલેકટર પોતાના તાબા હેઠળ આવતા તમામ સંબંધિત કર્મચારીઓની યાદી તૈયાર કરવી. જે કર્મચારીઓ ત્રણ વર્ષનો સમયગાળો પૂર્ણ કરી ચૂક્યા છે, તેમના ટેબલ અથવા સેજા બદલવાની પ્રક્રિયા નિયમાનુસાર સત્વરે હાથ ધરવાની રહેશે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી, તેના હુકમોની નકલ સાથેની વિગતો આગામી સાત દિવસની અંદર અચૂકપણે મહેસૂલ વિભાગને મોકલી આપવા માટે તાકીદ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *