સ્યૂસાઇડ નોટના આધારે દાખલ કરાયેલા કેસમાં અદાલતે આપ્યો ચુકાદો
જામનગરમાં થયેલા એક ચર્ચિત ગેંગરેપ અને આત્મહત્યાના કેસમાં આરોપીને અદાલતે નિર્દોષ છોડી મુક્યો છે. આ કેસમાં એક યુવતીએ આત્મહત્યા કરતા પહેલા લખેલી સુસાઇડ નોટના આધારે ચાર આરોપીઓ સામે બળાત્કાર અને ધમકી આપવાના આરોપો લગાવવામાં આવ્યા હતા.આ કેશની હકિકત એવી છે કે, જામનગર સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મરણ જનારના પિતાએ એવી ફરીયાદ જાહેર કરેલ કે, તેમની પુત્રી ઉ.વર્ષ 21 વાળાઓ જેઓ ટી.વાય.બી.કોમમાં અભ્યાસ કરતા હતા તેમને ઝેરી દવા પી અને આપધાત કરેલ અને તેમની અંતીમવિધી બાદ તેમના ઘરે તપાસ કરતા આ મરણજનાર પુત્રીએ એક સ્યુસાઈટ નોટ લખેલ જેમાં જણાવેલ કે, આરોપીઓ ધમકી આપતા કે, તું હું કહું તેમ કર, નહીતો ઘરનાઓને મારી નાખીશું ત્થા આરોપીઓ રસ્તે રોકી સાથે આવવાની ધમકી આપતા અને જો નહી આવે તો દવા પીવડાવી અને મારી નાખીશું, તેના ડરના કારણે તેમના સાથે ધરારથી જવું પડતું અને આ લોકોના કોઈ ફ્રેન્ડ બહારથી આવે તો પણ મારે જવું પડતું અને મારા વીડીયો ઉતારતા અને મને ધરારથી ડ્રીન્ક કરાવતા અને નશાની હાલતમાં મારા વીડીયો બનાવી અને મને બ્લેકમેઈલ કરી અને શરીર સંબંધ વારંવાર બાંધતા, જેના કારણે મારે આ પગલું ભરવું પડેલ છે, તેવી સ્યુસાઈટ નોટ મળતા ફરીયાદીએ તેમની દિકરી સાથે આ રીતે બળાત્કાર અને ધમકીઓ આપી અને દબાણ કરી અને માર મારી અને નશાની હાલતમાં તેમના સાથે બળાત્કાર કરી અને બિભત્સ વિડીયો ઉતારી લઈ અને તેમને પરીવારને મારી નાખવાની ધમકીઓ આપેલ હોય, તેથી સ્યુસાઈટ કરેલ હોવાની 4 આરોપીઓ સામે ફરીયાદ જાહેર કરેલ જેમાં તપાસ કરતા આરોપીઓની અટક કરવામાં આવેલ અને નામ.અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવેલ, તેમાં કેશ ચાલી જતાંસ્યુસાઈટ નોટમાં પણ અનીલ મેરનું નામ નથી, જેથી આ કામે આરોપી અનીલ જગદીશભાઈ થાપલીયાને ખોટી રીતે સંડોવી દીધેલ હોય, અને તેમને કોઈ ગુન્હો કરેલ નથી તેવું સમગ્ર રેકર્ડ ધ્યાને લેતા સામે આવે છે, જેથી આરોપી અનીલ જગદીશભાઈ થાપલીયાને નિદોર્ષ મુક્ત કરવો જોઈએ, આમ નામ.અદાલતે તમામ રેકર્ડ અને કેશની હકિકતો અને પુરાવાનું મુલ્યાંકન કર્યા બાદ આ કામના આરોપી અનીલ જગદીશભાઈ થાપલીયાને નિદોર્ષ છોડી મુકવાનો હુકમ કરેલ આ કેશમાં આરોપી અનીલ જગદીશભાઈ થાપલીયા તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસીંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.