ઓપરેશન સિંદૂરમાં ચીન સામે પણ અદૃશ્ય યુધ્ધ હતું: પેન્ટાગોન

અમેરિકી સંરક્ષણ વિભાગના રિપોર્ટ મુજબ ચીને ગુપ્તચર સહાય, માહિતી યુધ્ધ અને સાયબર-રાજદ્વારી દાવપેચથી ચીનને મદદ કરી હતી: અરૂણાચલ પર પણ ડોળો તાજેતરમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ…

અમેરિકી સંરક્ષણ વિભાગના રિપોર્ટ મુજબ ચીને ગુપ્તચર સહાય, માહિતી યુધ્ધ અને સાયબર-રાજદ્વારી દાવપેચથી ચીનને મદદ કરી હતી: અરૂણાચલ પર પણ ડોળો

તાજેતરમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ એટલે કે પેન્ટાગોન દ્વારા જાહેર કરવામાં આવેલા વાર્ષિક અહેવાલે સંરક્ષણ ક્ષેત્રે ખળભળાટ મચાવી દીધો છે. આ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે કે જ્યારે ભારત પાકિસ્તાન સામે ’ઓપરેશન સિંદૂર’ચલાવી રહ્યું હતું, ત્યારે ચીન શાંત બેઠું નહોતું.

ચીને પ્રત્યક્ષ રીતે યુદ્ધમાં ભાગ લીધા વિના ’ગ્રે-ઝોન’ વોરફેરની મદદથી પાકિસ્તાનને ગુપ્ત રીતે પીઠબળ પૂરું પાડ્યું હતું. આ અહેવાલ ભારત માટે એક નવી સુરક્ષા ચેતવણી સમાન છે.

પેન્ટાગોનના રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે તે સમયે ભારતીય સેના માત્ર પાકિસ્તાન સામે જ નહીં, પરંતુ અદ્રશ્ય રીતે ચીન સામે પણ લડી રહી હતી. ચીને પોતાની સેના મોકલવાને બદલે પાકિસ્તાનને ટેક્નોલોજી અને માહિતીના માધ્યમથી પાછલા બારણેથી મદદ કરી હતી.

રિપોર્ટ મુજબ, ચીને પાકિસ્તાનને મદદ કરવા માટે એક નવું ’હાઇબ્રિડ’ મોડેલ અપનાવ્યું હતું. જેમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (ઙકઅ) મેદાનમાં ન હતી, પરંતુ ત્રણ મુખ્ય રીતે ભારત પર દબાણ સર્જવામાં આવ્યું હતું.

ચીને પોતાના અત્યાધુનિક સેટેલાઇટ નેટવર્ક અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ દ્વારા ભારતની ગતિવિધિઓનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ કર્યું હતું. આ માહિતી પાકિસ્તાનને આપવામાં આવી હતી, જેથી તેઓ ભારતીય હુમલાઓ સામે લક્ષ્ય નક્કી કરી શકે અને બચાવની કામગીરી કરી શકે.

ચીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના દાવાઓને નબળા પાડવા અને નવી દિલ્હીની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવવા માટે ઓનલાઇન દુષ્પ્રચાર ઝુંબેશ ચલાવી હતી. તેણે પાકિસ્તાનના નેરેટિવને વૈશ્વિક સ્તરે ફેલાવવાનું કામ કર્યું હતું. આ ઉપરાંત ભારત પર મનોવૈજ્ઞાનિક દબાણ જાળવી રાખવા માટે ચીને સાયબર હુમલા અને રાજદ્વારી ચેનલોનો ઉપયોગ કર્યો હતો, જેથી ભારત સંઘર્ષને વધુ ઉગ્ર ન બનાવે.

પેન્ટાગોન માને છે કે ચીન માટે ભારત એક મુખ્ય વ્યૂહાત્મક પડકાર છે. ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલા સંરક્ષણ સહયોગને રોકવા માટે ચીન પાકિસ્તાનનો ઉપયોગ એક “પ્રેશર વાલ્વ” તરીકે કરે છે. ચીને ઓપરેશન સિંદૂરને પોતાની હાઇબ્રિડ વોરફેર સ્ટ્રેટેજીના ટેસ્ટિંગ ગ્રાઉન્ડ તરીકે જોયું હતું. ઓક્ટોબર 2024 માં ભારત-ચીન વચ્ચે કઅઈ પર થયેલ સમજૂતી પણ ચીનની એક ચાલ હોઈ શકે છે જેથી ભારત અમેરિકાની વધુ નજીક ન જાય. રિપોર્ટમાં ચીનનો અરૂણાચલ પ્રદેશ પર ડોળો હોવાનું અને પાક.માં લશ્કરી થાણા સ્થાપી પાક.ને શસ્ત્રો આપતું હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત પુર્વીય લદાખના ડેપસાંગ અને ડેમચોકમાંથી સૈનિકો પાછ ખેંચી લીધા હોવા છતાં જમીન પર કોઇ તણાવ ઓછો નહીં થયાનું જણાવાયું છે.

અરૂણાચલને ભારતનો હિસ્સો વર્ણવનારા ભારતીય બ્લોગરને ચીને ગોંધી રાખ્યો

 

એક ભારતીય બ્લોગરે તાજેતરમાં દાવો કર્યો છે કે, અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન હિસ્સો ગણાવવા બદલ તેને ચીનમાં આશરે 15 કલાક સુધી અટકાયતમાં રાખવામાં આવ્યો હતો. ’ઓન રોડ ઇન્ડિયન’ નામના ચેનલ પરથી વિડિયો શેર કરતા બ્લોગરે દાવો કર્યો છે કે ચીનમાં ઇમિગ્રેશન સેન્ટર પર તેની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી બ્લોગરે વિડિયોમાં રડતા રડતા કહ્યું કે, “મેં માત્ર અરુણાચલ પ્રદેશ માટે સ્ટેન્ડ લીધો હતો. મેં લખ્યું હતું કે અરુણાચલ તો ભારતનો હિસ્સો છે (બાદમાં દબાણ હેઠળ ચીનનો હિસ્સો કહેવા મજબૂર થયો હોવાનો સંકેત) મને લાગ્યું હતું કે હું ક્યારેય ભારત પાછો નહીં જઈ શકું. મેં તેમની પાસે ઘણી વિનંતીઓ કરી હતી.” બ્લોગરે વધુમાં જણાવ્યું કે, “હું ઈચ્છું છું કે આ વિડિયો ચીની એમ્બેસી અને ઇન્ડિયન એમ્બેસી સુધી પહોંચે અને તેઓ મને મદદ કરે. અમે સામાન્ય લોકો છીએ.” તેણે કેપ્શનમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેને કોઈ પણ રાજકીય એજન્ડા સાથે લેવાદેવા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *