‘હર ઘર તિરંગા’ માટે રૂ.9ની એક એવી 1 લાખ લાકડી ખરીદાઇ, ટૂંકી મુદતનું ટેન્ડર

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 15 ઓગસ્ટ-રાષ્ટ્રીય પર્વ સપ્તાહની ઉજવણી થનાર છે. એક સપ્તાહ સુધી વિવિધ દેશભક્તિના કાર્યક્રમો યોજાનાર છે. જેના ભાગરૂૂપે તા.13મીને ગુરુવારે ત્રિરંગા…

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 15 ઓગસ્ટ-રાષ્ટ્રીય પર્વ સપ્તાહની ઉજવણી થનાર છે. એક સપ્તાહ સુધી વિવિધ દેશભક્તિના કાર્યક્રમો યોજાનાર છે. જેના ભાગરૂૂપે તા.13મીને ગુરુવારે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામા આવ્યુ છે. શહેરના બહુમાળી ભવન ચોકથી જ્યુબિલી ખાતે આવેલા મહાત્મા ગાંધીની પ્રતિમા સુધી આ યાત્રા નીકળશે. જેમા 15 હજારથી વધુ લોકોને જોડાય તેવી ધારણા છે.

ઉજવણીના ભાગરૂૂપે શહેરના હર એક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ પર ત્રિરંગો શાનથી લહેરાય તેવી ઉમદા ભાવના સાથે મનપાએ હર ઘર તિરંગા માટેનું આયોજન પણ કર્યુ છે. સરકારે રાજકોટને 1 લાખ રાષ્ટ્ર્યિ ધ્વજ મોકલ્યા છે. લોકોને ઝંડા સાથે લાકડી પણ આપવામા આવશે. લાકડી ખરીદી મનપાએ ટુંકી મુદતના ટેન્ડરથી કરી છે. રૂૂ.9ની એક એવી એક લાખ લાકડી રાજકોટની જય એજન્સી નામની પેઢી પાસેથી ખરીદી કરી છે.

તિરંગા યાત્રાનો રૂટ
બહુમાળી ભવન ચોક, શારદાબાગ, ICICI બેન્ક, ચૌધરી હાઈસ્કૂલ, જયુબેલી ગાર્ડન, પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા તિરંગા યાત્રાના સમગ્ર રૂૂટ દરમિયાન દેશભક્તિના નારા અને રાષ્ટ્રધ્વજ સાથે શહેરીજનોમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરવામાં આવશે.

શહેરીજનો માટે પાર્કિંગ વ્યવસ્થા
તિરંગા યાત્રામાં સામેલ થનાર શહેરીજનોની સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા (1) શાસ્ત્રીમેદાન ગ્રાઉન્ડ, (2) રેસકોર્ષ ગ્રાઉન્ડ, (3) ફનવર્લ્ડની બાજુનું ગ્રાઉન્ડ, (4) બહુમાળી ભવન પાર્કિંગ, (5) ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ, (6) ઇન્ડોર સ્ટેડિયમ પાર્કિંગ, (7) મહાત્મા ગાંધી મ્યુઝિયમ અને રેસકોર્ષની અંદર ચબૂતરા ગ્રાઉન્ડ ખાતે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરીજનોને પોતાના વાહનો નિર્ધારિત પાર્કિંગ સ્થળોએ પાર્ક કરી તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં જોડાવા અનુરોધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *