આજી ડેમ વિસ્તારમાંથી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, 288 બોટલ જપ્ત

રૂા. 6 લાખનો મુદ્દામાલ જપ્ત, પોલીસે પીછો કરતા એક શખ્સ ફરાર આજીડેમ વિસ્તારમા એચ. પી. પેટ્રોલ પંપથી આગળ ડાયમંડ પાર્ટી પ્લોટ વાળા રોડ પર એક…

રૂા. 6 લાખનો મુદ્દામાલ જપ્ત, પોલીસે પીછો કરતા એક શખ્સ ફરાર

આજીડેમ વિસ્તારમા એચ. પી. પેટ્રોલ પંપથી આગળ ડાયમંડ પાર્ટી પ્લોટ વાળા રોડ પર એક કાર દારૂ ભરીને નીકળવાની હોવાની બાતમી મળતા આજીડેમ પોલીસ મથકનાં પીએસઆઇ જે. જી. રાણા, એએસઆઇ રવિભાઇ વાંક, હારૂનભાઇ ચાનીયા, હિરેન્દ્રસિંહ જાડેજા સહીતનાં સ્ટાફે કારનો પીછો કરતા કારમા બેઠેલા હરેશ હમીરભાઇ પરમાર (રહે. થોરાળા યોગેશ્ર્વર સ્કુલની પાછળ અયોધ્યા પાર્ક મગનભાઇનાં મકાનમા ભાડેથી ) ને ઝડપી લીધો હતો. જયારે કારમા બેઠેલા અન્ય શખસ તુષાર મનુભાઇ પરમાર ત્યાથી ભાગી ગયો હતો.

આ સમયે કારની તલાસી લેતા તેમાથી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ નંગ 288 તેમજ એક મોબાઇલ સહીત રૂ. 6 લાખનો મુદામાલ જપ્ત કરવામા આવ્યો હતો. આ મામલે આજીડેમ પોલીસ મથકનાં પીએસઆઇ જે. જી. રાણા તપાસ ચલાવી રહયા છે.

તેમજ અન્ય બનાવમા માલવીયાનગર પોલીસ મથક વિસ્તારમા આવેલા આંબેડકરનગર શેરી નં પ મા રહેતા ધર્મેશ ઉર્ફે રાધેનાં મકાનમા મોટા પાયે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમી મળતા માલવીયા પોલીસ મથકનાં પીએસઆઇ એમ. જે. ધાંધલ, એએસઆઇ હિરેનભાઇ પરમાર , અજયભાઇ વિકમા , ચિત્રકેતુસિંહ ઝાલા, ભાવેશભાઇ ગઢવી, કેતનભાઇ સેખલીયા, ગાયત્રીબેન, મીરાલીબેન, અમરદીપસિંહ જાડેજા સહીતનાં સ્ટાફે દરોડો પાડી મકાનમાથી મધ્ય પ્રદેશની વતની અને હાલ ધર્મેશનાં મકાનમા રહેતી શિતાબાઇ કલ્જી કટારાને ઝડપી લેવામા આવી હતી. જયારે રેઇડ દરમ્યાન ધર્મેશ ઉર્ફે રાધે હરેશભાઇ રાઠોડ ત્યાથી મળી આવ્યો ન હતો. પોલીસે કુલ રૂ. 2.52 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપી ધર્મેશ વિરુધ્ધ અગાઉ હત્યાનો પ્રયાસ , દારુ , મારામારી સહીત 12 ગુના નોંધાય ચુકયા છે. અને તેને અગાઉ એક વખત પાસા હેઠળ જેલમા પણ ધકેલવામા આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *