ભાવનગરમાં રૂપિયા 200ના દરની 343 બનાવટી ચલણી નોટો સાથે એક ઝડપાયો

ભાવનગરમાંથી રૂૂપિયા 200ના દરની ઝાલી નોટ સાથે એલસીબી પોલીસે એક શખ્સ ને ઝડપી લીધો છે . ભાવનગર એલ.સી.બી. પોલીસને બાતમી મળેલ કે કાળા કલરનું ગરમ…

ભાવનગરમાંથી રૂૂપિયા 200ના દરની ઝાલી નોટ સાથે એલસીબી પોલીસે એક શખ્સ ને ઝડપી લીધો છે .
ભાવનગર એલ.સી.બી. પોલીસને બાતમી મળેલ કે કાળા કલરનું ગરમ સ્વેટર પહેરેલ અજય ઉર્ફે ઘુઘો પોપટભાઇ બુધેલીયા રહે. રાજપરા (ખોડિયાર) તા.શિહોર જી.ભાવનગરવાળા ભાવનગર, રેલ્વે સ્ટેશન રોડ,તખ્તસિંહજી વિશ્રાંતિ ગૃહની સામે, ભારત ડ્રાયકલીનર્સ દુકાનની પાસે જાહેર રોડ ઉપર સફેદ કલરનું રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વગરનું એકસેસ સ્કુટર લઇને ઉભો છે.

તેની પાસે ભારતીય ચલણની બનાવટી નોટો છે. જે બનાવટી ચલણી નોટો બજારમાં વટાવવા માટે ઉભેલ છે.’ જે બાતમી આધારે અજય ઉર્ફ ઘુઘો પોપટભાઇ બુધેલીયા ઉ.વ.40 ધંધો-વેપાર રહે.ગોપ ડેરી, ભાવનગર- રાજકોટ રોડ, રાજપરા (ખોડિયાર), તા.શિહોર જી. ભાવનગર ને ઝડપી લઇ રૂૂ.200/-ની બનાવટી ચલણી નોટ નંગ-343 કબજે કરી હતી.જ્યારે ચિંતનભાઈ અનિલભાઈ કનોજીયા રહે. નારોલ, અમદાવાદ ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. જે ભારતીય ચલણની બનાવટી નોટો મેળવી અસલ ચલણી નોટો સાથે ભેળવી બજારમાં વટાવી ગુન્હો કરવાની એમ.ઓ. ધરાવે છે.

ચાલી નોટ સાથે આરોપીને ઝડપી લેવાની કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. પી.ડી. ઝાલા તથા એલ.સી.બી. સ્ટાફનાં હિતેશભાઇ મકવાણા, બાવકુદાન કુંચાલા, કેવલભાઇ સાંગા, બલરાજસિંહ સરવૈયા, જયદિપસિંહ ગોહિલ, માનદિપસિંહ ગોહિલ, ઉમેશભાઇ હુંબલ, ભોજાભાઇ બરબસીયા જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *