કાનાનગરમાંથી 174 બોટલ દારૂ સાથે એક ઝડપાયો, ત્રણ ફરાર

જામનગર શહેરમાં ગેરકાયદેસર દારૂૂની હેરાફેરી સામે પોલીસે કાર્યવાહી કરી છે. સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને મળેલી બાતમીના આધારે કાનાનગર શેરી નંબર 1માં દરોડો…

જામનગર શહેરમાં ગેરકાયદેસર દારૂૂની હેરાફેરી સામે પોલીસે કાર્યવાહી કરી છે. સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને મળેલી બાતમીના આધારે કાનાનગર શેરી નંબર 1માં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન એક મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂૂની 174 બોટલો કિંમત રૂૂ. 87,000 સાથે મળી આવી હતી. આ સંદર્ભમાં પોલીસે મહેન્દ્ર ઉર્ફ મસાલી નામના એક આરોપીને ઝડપી પાડ્યો છે. જ્યારે દીપક ઉર્ફ દીપુ સરગમ ખીચડા, લાખા ગઢવી અને પ્રેમ ઉર્ફ કાનો બારૂૂતો નામના ત્રણ આરોપીઓ હજુ પણ ફરાર છે. પોલીસે આ ત્રણેયની શોધખોળ શરૂૂ કરી છે. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *