જોડિયાના લીંબુડા ગામેથી 152 બાટલી સાથે એક પકડાયો

જામનગર જિલ્લાના જોડીયામાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરી લીંબુડા ગામના પાટીયા પાસેથી એક શખ્સને 152 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીના જથ્થા સાથે પકડી પાડ્યો છે, જેની…

જામનગર જિલ્લાના જોડીયામાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરી લીંબુડા ગામના પાટીયા પાસેથી એક શખ્સને 152 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીના જથ્થા સાથે પકડી પાડ્યો છે, જેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જોડિયા પોલીસની ટીમ ગઈકાલે લીંબુડા-વાવડી રોડ પર ચેકિંગ કરી રહી હતી, જે દરમિયાન પાણીના વોકડા પાસેથી ગોરચંદ ઉર્ફે ગૌરવ રમેશભાઈ પરમાર નામનો પરપ્રાંતીય ભીલ આદિવાસી શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો, જેની તલાસી લેતાં તેની પાસેથી 152 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. આથી જોડિયા પોલીસે રૂૂપિયા 76 હજારની કિંમતનો ઇંગ્લિશ દારૂૂનો જથ્થો કબજે કરી લીધો છે, અને આરોપી ગૌરવ પરમાર સામે જોડિયા પોલીસમાં મથકમાં દારૂૂબંધી ભંગ અંગે ગુનો નોંધી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *