મહિકા ગામ પાસેથી બ્રેઝા કારમાંથી 108 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર મહિકા ગામથી આશાપુરા ચોકડી તરફ જતા રસ્તેથી પોલીસે બાતમીના આધારે દારૂ ભરેલી બે્રઝા કાર ઝડપી લીધી હતી. પોલીસે કારમાંથી 108…

શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર મહિકા ગામથી આશાપુરા ચોકડી તરફ જતા રસ્તેથી પોલીસે બાતમીના આધારે દારૂ ભરેલી બે્રઝા કાર ઝડપી લીધી હતી. પોલીસે કારમાંથી 108 બોટલ દારૂ સાથે માધાપર ગામે રહેતા શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એસ.યુ.મિયાત્રા અને કોન્સ્ટેબલ મહેશભાઈ કોઠીવાળ સહિતનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન ઠેબચડા ગામ પાસે પહોંચતા એવી બાતમી મળી હતી કે સફેદ કલરની બ્રેઝા કાર નંબર જીજે 3 પીએ 7773 મહિકા ગામ તરફથી આશાપુરા ચોકડી તરફ નીકળવાની છે જે કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભર્યો છે. જે બાતમીના આધારે પોલીસની ટીમે મહીકાથી આશાપુરા ચોકડી તરફ જતા રોડ પર વોચ ગોઠવી હતી.

દરમિયાન શંકાસ્પદ કાર પસારા થતા પોલીસે આ કાર અટકાવી હતી. કારચાલકની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ બાદલ રાજેશભાઈ ભદોરીયા (ઉ.વ.22 રહે. 25 વારીયા પાણીના ટાંકા પાસે, નવી કોર્ટની સામે, માધાપર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારમાં તપાસ કરતા ડ્રાઇવર સીટની પાછળ બે ખાખી બોક્સ જોવા મળ્યા હતા. જેમાંથી રૂપિયા 10,600 ની કિંમતનો 106 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂનો આ જથ્થો અને કાર કબ્જે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *