દોઢ વર્ષની માસૂમ બાળકીનું પાણીની ડોલમાં ડૂબી જતાં મોત

નાના બાળકોને એકલા રમવા મુકી દેતાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. રૈયા રોડ પર વસંત મલ્હાર એપાર્ટમેન્ટમાં દોઢ…

નાના બાળકોને એકલા રમવા મુકી દેતાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. રૈયા રોડ પર વસંત મલ્હાર એપાર્ટમેન્ટમાં દોઢ વર્ષની બાળકી ઘરમાં રમતી હતી અને માતા કપડા ધોતા હતાં ત્યારે માસુમ બાળકી રમતા રમતા પાણી ભરેલી ડોલમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં ભારે શોક છવાઈ જવા પામ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ, રૈયા રોડ પર યોગીનગરમાં આવેલા વસંત મલ્હાર એપાર્ટમેન્ટમાં રહેતા રોહિતભાઈ ટોપીયાની દોઢ વર્ષની પુત્રી મિશા આજે સવારે ઘરમાં રમતી હતી અને તેના માતા પીયુસાબેન કપડા ધોઈ રહ્યા હતાં. દરમિયાન માસુમ બાળકી રમતા રમતા બાથરૂમમાં રાખેલી પાણી ભરેલી ડોલમાં પડી જતાં ડૂબી જવાથી તેનું મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં રોહિતભાઈ આઈ.ટી.કંપનીમાં એન્જીનીયર હોવાનું અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે જેમાં મિશા નાની હતી. પુત્રીના મોતથી પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *