ભડકેશ્વર ખાતે લોકમેળો યોજાયો મોટી સંખ્યામાં લોકોએ આનંદ માણ્યો
યાત્રાધામ દ્વારકા ખાતે શિવરાત્રી પર્વ સમુન્દ્ર ની વચ્ચે બિરાજમાન પોરાણિક ભડકેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવાર થી ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. હર હર મહાદેવ ૐ નમ: શિવાયના નાદથી શિવાલય ગુંજી ઉઠયું હતું. ભક્તોએ શિંવલિંગને દુધ અભિષેક, જલ અભિષેક, બિલીપત્રો ચડાવી ધન્યતા અનુંભવી હતી. સાંજે લોક મેળામાં ઓખા મંડળની જનતા તેમજ બહારથી આવેલ ભાવિકોએ લોક મેળાનો આનંદ માણ્યો હતો. તેમજ દ્વારકામાં આવેલ પૌરાણિક શિવાલયો સિધ્ધેશ્વર મહાદેવ એકાદશ રૂૂદ્ર મહાદેવ ધિંગેશ્વર મહાદેવ સહિત શિવાલયોમાં ભક્તોએ અભિષેક કરી ધન્યતા અનુભવી હતી.
દ્વારકા નજીક દ્વાદ્શ જયોતિલીંગ દારૂૂકાવન નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે મંદિર ખુલ્યાની સાથે હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. ભાવિકો હર હર મહાદેવના નાદ સાથે ઉમટી પડ્યા હતા. મહાદેવને મહંત દ્વારા પુષ્પ શણગાર કરવામાં આવ્યો હતો. મહાદેવની ત્રણેય આરતીનો લાભ લઇ ભાવિકો ભાવ વિભોર બન્યા હતા.
