ગાયકવાડીમાં મોટોભાઇ યુવતીને ભગાડી જતા નાનાભાઇ પર હુમલો

ખોખડદળમાં વૃધ્ધે ઘરેણા અંગે પૂછપરછ કરતા પુત્ર અને પુત્રવધૂએ લાકડીથી માર માર્યો શહેરમાં ગાયકવાડી વિસ્તારમાં મોટોભાઇ યુવતીને ભગાડી જતા નાનાભાઇ ઉપર યુવતીના પરિવારે ધોકા-પાઇપ વડે…

ખોખડદળમાં વૃધ્ધે ઘરેણા અંગે પૂછપરછ કરતા પુત્ર અને પુત્રવધૂએ લાકડીથી માર માર્યો

શહેરમાં ગાયકવાડી વિસ્તારમાં મોટોભાઇ યુવતીને ભગાડી જતા નાનાભાઇ ઉપર યુવતીના પરિવારે ધોકા-પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગાયકવાડીમાં રહેતા ધર્મેશ દેવજીભાઇ (ઉ.વ.40) પોતાના ઘર પાસે હતો. ત્યારે નવાઝ અને દેવ સહિતના શખ્સોએ ધોકા-પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પ્રાથમિક તપાસમાં ધર્મેશનો મોટોભાઇ સુનિલ દીપક વઢવાણીયાની પુત્રીને ભગાડી ગયો હતો. તેનો ખાર રાખી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

બીજા બનાવમાં ખોખડદળ ગામે રહેતા ખોડાભાઇ ધનજીભાઇ ખુંટ (ઉ.વ.106)એ 45 તોલા સોના મુદ્દે પૂછપરછ કરતા પુત્ર રવજી અને પુત્રવધુ રજીબેને ઝઘડો કરી માર માર્યો હતો. વૃધ્ધને ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *