વૃધ્ધાએ દીકરાના લગ્ન કરાવવા મકાન ગીરવે મુક્યું, પાડોશીએ ‘વહુ’ની લાલચ આપી 2 લાખ પડાવ્યા

મવડીમાં બી.ડી. કામદાર સોસાયટીના ક્વાર્ટરમાં રહેતા ગૌરીબેન પ્રવિણભાઈ ઓળકિયા (ઉ.વ.70)ને પુત્ર રવિના લગ્ન માટે ક્ધયા બતાવવાની લાલચ આપી પાડોશી અમીત હરીદાસ ઉર્ફે ભીખુભાઈ કુબાવતે રૂૂા.…

મવડીમાં બી.ડી. કામદાર સોસાયટીના ક્વાર્ટરમાં રહેતા ગૌરીબેન પ્રવિણભાઈ ઓળકિયા (ઉ.વ.70)ને પુત્ર રવિના લગ્ન માટે ક્ધયા બતાવવાની લાલચ આપી પાડોશી અમીત હરીદાસ ઉર્ફે ભીખુભાઈ કુબાવતે રૂૂા. 2 લાખ રોકડા લઈ લીધા બાદ ક્ધયા ન બતાવી કે રૂૂપિયા પરત નહી આપી છેતરપિંડી કરતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ગૌરીબેને પોલીસને જણાવ્યું કે,પોતે પરીવાર સાથે રહે છે અને રસોડાનુ મજુરીકામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે.તેઓને સંતાનમાં બે દિકરી તથા બે દિકરાઓ છે જેમાં સૌથી મોટો દિકરો શૈલેષ છે તેના લગ્ન થઇ ગયેલ છે બાદ તેનાથી નાની દિકરી દક્ષાબેન તથા પુનમ છે જે બન્ને દિકરીઓના લગ્ન થઇ ગયેલ છે અને તેમના સાસરે છે બાદ સૌથી નાનો દિકરો રવીભાઈ (ઉ.વ.30) છે.આ નાના પુત્ર રવીના લગ્ન થતા ન હોવાથી પાડોશી આરોપી અમીતને મારા દીકરા માટે છોકરી શોધવાની છે તમારા ધ્યાનમાં હોય તો કહેજો તેમ વાત કરી હતી. જેથી આરોપીએ મારા કાકા જયંતીભાઈ કર્ણાટકથી લગ્ન કરી આવ્યા કહેતા મળવા ગયા હતા. આ સમયે જયંતિભાઈએ કર્ણાટકથી ફોન આવશે એટલે જાણું કરીશ આરોપીએ ઘરે જઈ રૂૂા. 2 લાખ તૈયાર રાખજો તેમ કહેતાં તે અને આરોપી ફરી જયંતીભાઈના ઘરે ગયા હતાં.

જ્યાં તેણે તમે પૈસાની વ્યવસ્થા કરી રાખો,હું છોકરીની વ્યવસ્થા કરું છું તેમ કહેતા ગઈ તા. 27-5-24નાં તેણે મકાનની ફાઇલ બેંકમાં મુકી રૂૂા. 2 લાખ ઉપાડી લીધા હતાં. બાદમાં તેણે રૂૂા. બે લાખ આરોપીને ઘરે બોલાવી આપતા તેણે છોકરી બાબતે ફોન આવે એટલે જાણ કરીશ તેમ વાત કરી હતી પરંતુ આરોપી બહાના બતાવવા લાગતા તેની પાસે પૈસા પરત માંગતા નહીં આપતા અને મકાન બંધ કરી ભાગી જતા ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *