દક્ષિણ રેલ્વે દ્વારા રામેશ્વરમ અને મંડપમ વચ્ચે સ્થિત પ્રખ્યાત પંબન બ્રિજ નું નવીનીકરણ કાર્ય પૂર્ણ થયા પછી, રેલ ટ્રાફિક માટે ફરીથી ખોલવામાં આવ્યો છે. આ કારણે, ટ્રેન સંખ્યા 16734 ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ તાત્કાલિક અસરથી દર મંગળવારે ઓખાથી 08.40 વાગ્યે ઉપડશે અને મંડપમ સ્ટેશનને બદલે ફરીથી રામેશ્વરમ સ્ટેશન સુધી જશે. આ ટ્રેન ગુરુવારે 19.10 વાગ્યે રામેશ્વરમ પહોંચશે. પરત મુસાફરીમાં, ટ્રેન નં. 16733 રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસ પણ તાત્કાલિક અસરથી મંડપમને બદલે રામેશ્વરમથી શરૂૂ થશે અને ઓખા સુધી જશે.
આ ટ્રેન દર શુક્રવારે રામેશ્વરમથી 22.30 વાગ્યે ઉપડશે અને સોમવારે 10.20 વાગ્યે ઓખા પહોંચશે. આ ઉપરાંત, આ બંને ટ્રેનોને મંડપમ અને રામનાથપુરમ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ટ્રેનો ના સંચાલન અને સ્ટોપેજ સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે, મુસાફરો ૂૂૂ. યક્ષિીશિુ. શક્ષમશફક્ષ ફિશહ.લજ્ઞદ.શક્ષની મુલાકાત લઈ શકે છે.
18 જૂનની ઓખા-પુરી એક્સપ્રેસ રદ
દક્ષિણ મધ્ય રેલ્વેના સિકંદરાબાદ ડિવિઝનના બલ્લારશાહ-કાઝીપેટ સેક્શનમાં સ્થિત બેલ્લમપલ્લી યાર્ડમાં ત્રીજી લાઇન પેચ ટ્રિપલીંગના કામ માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે, 18.06.2025 ના રોજ ઓખાથી ઉપડતી ટ્રેન નં. 20820 ઓખા-પુરી એક્સપ્રેસ અને 15.06.2025 ના રોજ ટ્રેન પુરીથી ઉપડતી નં. 20819 પુરી-ઓખા એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. ટ્રેન સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ મેળવવા માટે મુસાફરો ૂૂૂ. યક્ષિીશિુ. શક્ષમશફક્ષ ફિશહ.લજ્ઞદ.શક્ષની મુલાકાત લઈ શકે છે.
