ઓખા ગુવાહાટી એકસપ્રેસ આવતીકાલે આંશિક રીતે પરિવર્તિત માર્ગ પર દોડશે

  પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર ડિવિઝનના નેઉરાજટ ડુમરી સેક્શનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ઓખાગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે પરિવર્તિત માર્ગ…

 

પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર ડિવિઝનના નેઉરાજટ ડુમરી સેક્શનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ઓખાગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે પરિવર્તિત માર્ગ પર ચલાવવામાં આવશે.

રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, તારીખ 24 એપ્રિલ, 2026ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 15635 ઓખાગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ તેના આંશિક રીતે પરિવર્તિત માર્ગ વાયા પંડિત દીન દયાળ ઉપાધ્યાય જંક્શનગયાજહાનાબાદપટના થઈને દોડશે. આ ટ્રેન બક્સર સ્ટેશન પર જશે નહીં. મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમયપત્રકની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને ૂૂૂ.યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ ની મુલાકાત લઈ શકે છે.

 

જામનગર વડોદરા ઈન્ટરસિટી કાલે રદ
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુરઅમદાવાદ રેલખંડ પર પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવા માટે જરૂૂરી કામગીરી પ્રસ્તાવિત છે. આ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, રદ કરાયેલી ટ્રેનોમાં ટ્રેન નંબર 22959 વડોદરાજામનગર ઇન્ટરસિટી: તારીખ 23.04.2026 ના રોજ અને ટ્રેન નંબર 22960 જામનગરવડોદરા ઇન્ટરસિટી: તારીખ 24.04.2026 ના રોજ રદ રહેશે. મુસાફરોને વિનંતી છે કે ટ્રેનોના સમય, સ્ટોપેજ અને અન્ય નવીનતમ માહિતી માટે ૂૂૂ.યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષની મુલાકાત લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *