ગુજરાતમાં અધિકારીઓને જિલ્લા બહાર અને વિદેશ પ્રવાસની મનાઇ

વધારાના વાહનો જમા કરાવવા આદેશ, મીટિંગ માટે ઓનલાઇન માધ્યમોને પ્રાધાન્ય, સ્વદેશી અપનાવો, કાર્યક્રમોમાં ભપકા બંધ ઇંધણ બચત માટે રાજ્ય સરકારનો 11 મુદ્દાનો એકશન પ્લાન, સત્તાવાર…

વધારાના વાહનો જમા કરાવવા આદેશ, મીટિંગ માટે ઓનલાઇન માધ્યમોને પ્રાધાન્ય, સ્વદેશી અપનાવો, કાર્યક્રમોમાં ભપકા બંધ

ઇંધણ બચત માટે રાજ્ય સરકારનો 11 મુદ્દાનો એકશન પ્લાન, સત્તાવાર પરિપત્ર જાહેર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ ગુજરાત સરકારે સરકારી કચેરીઓને ઈંધણ બચાવવા આદેશ કર્યો છે. જે અંગે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી કચેરીઓ માટે એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ નવા નિયમો અંતર્ગત સરકારી અધિકારીઓ માટે અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ અને જિલ્લા બહારની મુસાફરી કરવા પર પ્રતિબંધ મુકાયો છે, તેમજ બેઠકો માટે વીડિયો કોન્ફરન્સિંગ અને ઓનલાઈન માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવા સૂચના અપાઈ છે.

ઈંધણની બચત માટે એકથી વધુ ચાર્જ સંભાળતા અધિકારીઓએ વધારાના વાહનો ’સરકારી વાહન પુલ’માં જમા કરાવવા પડશે અને ઉપલબ્ધ હોય ત્યાં ઈલેક્ટ્રિક વાહનો (EV) કે જાહેર પરિવહનનો જ આગ્રહ રાખવો પડશે. આ ઉપરાંત, તમામ સરકારી કેન્ટીનોમાં આગામી 6 મહિનામાં પીએનજી કનેક્ટિવિટી ફરજિયાત કરવા અને ખરીદીમાં સ્વદેશી તેમજ સ્થાનિક MSMEs ઉત્પાદનોને પ્રાધાન્ય આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

સરકારી કામકાજ માટે પ્રવાસો ટાળી ટેલિફોન, મોબાઈલ, ઈ-મેઈલ અને વીડિયો કોન્ફરન્સિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો. ક્ષેત્રીય અધિકારીઓને મિટિંગ માટે બોલાવવાને બદલે ’ઓનલાઈન માધ્યમ’ને પ્રાધાન્ય આપવું. અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ કરવો નહીં અને વિદેશમાં યોજાતી તાલીમ, પરિસંવાદો, અભ્યાસ પ્રવાસો કે પરિષદોમાં ભાગ લેવાનું ટાળવું. અન્ય રાજ્ય કે કેન્દ્રમાં યોજાતી બેઠકોમાં ઓનલાઈન માધ્યમથી જોડાવા પ્રયત્ન કરવો. જો પ્રવાસ અનિવાર્ય હોય, તો ઉચ્ચ અધિકારીઓએ અત્યંત જરૂૂરી હોય તે સિવાય હાથ નીચેના સ્ટાફને સાથે ન રાખવો અને શક્ય હોય ત્યાં સુધી જિલ્લા બહારની મુસાફરી ટાળવી અને જો જરૂૂરી હોય તો મુસાફરી કરતા પહેલાં નિયંત્રણ અધિકારીની મંજૂરી મેળવવી ફરજિયાત છે.

વાહનો અને બળતણની બચતની આદેશમાં ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરી વધારાના વાહનો બિનવપરાશમાં મૂકવા. જે અધિકારી એકથી વધુ વધારાનો હવાલો સંભાળતા હોય, તેમણે એક મુખ્ય વાહન સિવાયના અન્ય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે ’સરકારી વાહન પુલ’માં જમા કરાવવાના રહેશે તથા જે અધિકારીઓ પાસે પેટ્રોલ/ડીઝલના વિકલ્પ તરીકે ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) કે હાઈબ્રિડ મોડેલ ઉપલબ્ધ હોય, તેમણે તેનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો અને પર્યાવરણ અને ઈંધણની બચત માટે અધિકારીઓ/કર્મચારીઓએ વ્યક્તિગત ખાનગી વાહનો ટાળીને મેટ્રો, એસ.ટી. બસ, રેલવે વગેરે જેવી જાહેર પરિવહન સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવોનો સમાવેશ થાય છે.

કચેરીઓ અને ખરીદી અંગેની નીતિઓમાં તમામ સરકારી કેન્ટીનોમાં આગામી 6 મહિનામાં પાઇપ્ડ નેચરલ ગેસ (ઙગૠ) કનેક્ટિવિટી ફરજિયાતપણે મેળવવાની રહેશે તથા ખરીદ નીતિઓ મજબૂત બનાવી તમામ સરકારી સંસ્થાઓમાં સ્વદેશી ચીજવસ્તુઓ, સ્થાનિક ઉત્પાદન, MSMEs અને ભારતીય મૂળની સેવાઓને અગ્રતા આપવી અને વૈશ્વિક પરિસ્થિતિના કારણે લોકો ગભરાટમાં આવીને બિનજરૂૂરી ખરીદી કે સંગ્રહખોરી ન કરે તે માટે જનજાગૃતિ અભિયાન ચલાવવું તથા વિવિધ વિભાગોના કાર્યક્રમો સાદગીપૂર્ણ રીતે આયોજિત કરવા અને લોકાર્પણના કાર્યક્રમો પ્રત્યક્ષ કરવાને બદલે વર્ચ્યુઅલ (ઓનલાઈન) પદ્ધતિથી કરવા આગ્રહ રાખવો. આ સૂચનાઓનો તમામ સરકારી વિભાગો, ખાતાના વડાઓ, જાહેર સાહસો, બોર્ડ-નિગમો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સરકારી યુનિવર્સિટીઓએ ચૂસ્તપણે અમલ કરવાનો રહેશે.

પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ઈલેક્ટ્રિક વ્હીકલનો વપરાશ વધારવો

પર્યાવરણની જાળવણી અને ઈંધણની બચત માટે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ શક્ય હોય, ત્યાં સુધી ખાનગી વાહનોનો ઉપયોગ ટાળીને જાહેર પરિવહનની સેવાઓ (જેમ કે એસ.ટી બસ, મેટ્રો, રેલવે)નો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે. તેમજ જે અધિકારી-કર્મચારીઓ પાસે સરકારી વાહનોના વિકલ્પ તરીકે ઈલેક્ટ્રીક વ્હીકલ ઉપલબ્ધ હોય, તો તેમણે તેનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો. આ ઉપરાંત તમામ સરકારી કેન્ટિનમાં આગામી 6 મહિનામાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ની કનેક્ટિવિટી ફરજીયાત મેળવવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *