22 લાભાર્થીઓને પ્લોટનો કબજો સોંપવવા કોંગ્રેસની કલેકટરને રજૂઆત
રાજકોટના ભાવનગર રોડ, નવા થોરાળા વિસ્તારમાં રહેતા વિચરતી જાતિના લોકો ને વર્ષ 1989 માં શહેરી ઝોન ટોચ મર્યાદા ધારો 1976 કલમ-23 હેઠળ 22 પરિવારોને સરકાર દ્વારા નસબંધીમાં કાર્યક્રમમાં જોડાયેલ હતા. તેમાં સરકાર તરફથી નસબંધી તેમજ વિચરતીના 22 પરિવારોને સરકાર દ્વારા નવા ગામ, આણંદપર, કુવાડવાના ખરાબાની જગ્યામાં 25-25 વારના પ્લોટો ફાળવવામાં આવેલ હતા. સરકાર દ્વારા સોંપણી કરવામાં આવેલ ત્યારબાદ અમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય આર્થિક પરિસ્થિતિ તેમજ રોજગારીના અભાવે આ પરિવારો મકાન બનાવી શકયા ન હતા. આ જગ્યા ખુલ્લી હોવાથી આ જગ્યા ઉપર માથાભારે શખ્સો દ્વારા દબાણ કરવામાં આવેલ અને કબજો કરવામાં આવેલ.
આ બાબતે સરકારને અવાર-નવાર આ સમાજના પ્રતિનીધિઓ દ્વારા રજુઆત કરવામાં આવેલ. આ જમીન ઉપર આ લોકો પરિવાર સાથે કબજો લેવા જાય છે તો માથાભારે માણસો દ્વારા મારા-મારી ના બનાવ પણ બને છે અને આ લોકો ઉપર હુમલા થાય છે. આ લોકોના કહેવા પ્રમાણે ત્યાં કોઈ વિભાભાઈ ભરવાડ તેમજ વલ્લભભાઈ રણછોડભાઈ સોલંકી દ્વારા આ જમીન ઉપર બળજબરી પૂર્વક કબજો કરેલ છે. આ સાથે અમારી વિનંતી છે આ 22 પરિવારો પોતાના પ્લોટના તમામ નામ, નસબંધી કરેલ પ્રમાણપત્ર તેમજ સરકારના નિયમ અનુસાર ચલણ ભરેલ રકમની નકલ સાથે આપને રજુઆત કરીએ છીએ. આ 22 પરિવારોને સરકાર દ્વારા મળેલ પ્લોટોની સ્થળ તપાસ કરી આ વિચરતી જાતિ સમાજના 22 પરિવારોને પોતાના પ્લોટનો કબજો સોંપાય તેવી કાર્યવાહી કરવા કોંગ્રેસ દ્વારા રાજકોટ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.
