ન્યારાના સગીરનું ઇન્સ્ટાગ્રામમાં યુવતી સાથે વાત કરતા માધાપર ચોકડી પાસે બોલાવી અપહરણ

જામનગર રોડ પર આવેલા ન્યારા ગામના રહેવાસી સંજયભાઈ કિશોરભાઈ ખેતરીયાના પુત્ર આર્યનનું સોશિયલ મીડિયાના ડખ્ખામાં અઠવાડિયા પહેલા અપહરણ કરી લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં…

જામનગર રોડ પર આવેલા ન્યારા ગામના રહેવાસી સંજયભાઈ કિશોરભાઈ ખેતરીયાના પુત્ર આર્યનનું સોશિયલ મીડિયાના ડખ્ખામાં અઠવાડિયા પહેલા અપહરણ કરી લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.આ ઘટનામાં તપાસને અંતે ગાંધીગ્રામ પોલીસ મથકે ગુનો દાખલ થયો છે.ન્યારાના વતની આર્યન ઇન્સ્ટાગ્રામ પર કોઈ અજાણી યુવતી સાથે વાતચીત કરતો હતો. જે બાબત આરોપી વિવેક અગ્રાવતને ગમી ન હતી. આ બાબતનો ખાર રાખી વિવેક અને તેના સાથીદારોએ આર્યનને કસાવવાનું કાવતરું રચી તેને અંજામ આપ્યો હતો.

જાણવા મળ્યા મુજબ ગત 7/1/26ના બપોરે અઢી વાગ્યાના અરસામાં આરોપીઓએ આર્યનને મોરબી બાથપાસ રોડ પર માધવ હોટલ પાસે બોલાવ્યો હતો. ત્યાં વિવેક અગ્રાવત, રોહિત, વરૂૂણ, હિતેશ, મનીષ, આયુષ, શુભમ સોલંકી અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ ભેગા મળી આર્થનને ઘેરી લીધો હતો. આરોપીઓએ આર્થનનો સેમસંગ કંપનીનો મોબાઈલ ઝુંટવી લઈ તેની ઇન્સ્ટાગ્રામ ચેટ ને ગાળાગાળી કરી ઢીકાપાટુનો ઢોર માર માર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ આર્યનને બળજબરીપૂર્વક મોટરસાયકલ પર બેસાડી તેનું અપહરણ કર્યું હતું. તેને એઈમ્સ હોસ્પિટલ તરફ જતાં રોડ અને કોસ્મિક સ્કૂલ પાસે લઈ જઈ ગોંધી રાખવામાં આવ્યો હતો.

ત્યાં આરોપીઓ પૈકીના એક શખ્સે છરી બતાવી પૈસાની માંગણી કરી હતી, પરંતુ આર્યન પાસે પૈસા ન હોવાથી વિવેક અગ્રાવતે તેનો કિંમતી ઈલ ફોન બળજબરીથી પડાવી લીધો હતો અને તેમાંથી સીમકાર્ડ કાઢી આર્યનને ધમકાવ્યો હતો.બાદ આરોપીઓ આર્યનને બાઈક પર બેસાડી ગામમાં તેના ઘર પાસે લઈ ગયા હતા. ત્યાં પણ આરોપીઓએ તેને માર મારી જો કોઈને કહીશ તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી આર્યન સારવાર માટે દાખલ થતાં પોલીસે તપાસ શરૂૂ કરી હતી. તપાસને અંતે હવે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાતા પીઆઇ એસ.આર.મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એસ.બી. જાડેજાએ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *