બારડોલીમાં NRI દંપત્તિને ડિજિટલ એરેસ્ટ કરી 3 કરોડ પડાવ્યા

  બારડોલીમાં સાઇબર ઠગોએ પોલીસ, CBI, ED અને કોર્ટના નામે ડરાવીને 82 વર્ષના નિવૃત્ત વૃદ્ધ પાસેથી રૂૂ. 2.96 કરોડ પડાવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે…

 

બારડોલીમાં સાઇબર ઠગોએ પોલીસ, CBI, ED અને કોર્ટના નામે ડરાવીને 82 વર્ષના નિવૃત્ત વૃદ્ધ પાસેથી રૂૂ. 2.96 કરોડ પડાવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બેંક મેનેજરની સતર્કતાને કારણે વધુ રકમ પડાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. ભોગ બનનાર વૃદ્ધ વિદેશથી ભારત આવેલા છે અને વિદેશમાં મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા છે. અમેરિકા, લંડન અને મિસીસીપીમાં તેઓ મોટેલ ધરાવે છે.

બારડોલીના શાસ્ત્રી રોડ પર આવેલી શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતા અને પત્ની સાથે નિવૃત્ત જીવન પસાર કરી રહેલા 82 વર્ષીય NRI વૃદ્ધને ગત 8 ઓગસ્ટે અજાણ્યા વોટ્સએપ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ મુંબઈ પોલીસના અધિકારી અને ઉજઙ તરીકે આપી હતી. ભોગ બનનારના આધારકાર્ડનો ઉપયોગ કરીને કેનેરા બેંકમાં ખાતું ખોલાવવામાં આવ્યું હોવાનો અને આ ખાતા મારફતે રૂૂ. 1.22 કરોડનું મની લોન્ડરિંગ થયું હોવાનું કહી તેમને ડરાવવામાં આવ્યા હતા. સાઇબર ઠગોએ વૃદ્ધને વધુ ભયભીત કરવા માટે વોટ્સએપ પર બનાવટી એરેસ્ટ વોરંટ સહિત ED, CBI અને બોમ્બે હાઈકોર્ટના નામે ખોટા દસ્તાવેજો મોકલ્યા હતા. આ દસ્તાવેજોના આધારે તેમની સામે ગંભીર કાર્યવાહી થવાની વાત કરી હતી.

ઠગોએ વૃદ્ધને 10 વર્ષ સુધી જેલમાં મોકલી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, તેમની પત્નીને પણ ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. સતત ધમકીઓ આપીને વૃદ્ધ દંપતીમાં ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો અને તેમને ઘરની બહાર ન નીકળવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
ઠગોએ વૃદ્ધને જાણે પોલીસ તપાસ ચાલી રહી હોય તે રીતે દર કલાકે રિપોર્ટિંગ કરાવવાનું શરૂૂ કર્યું હતું.

તપાસના નામે જુદા-જુદા બેંક ખાતાઓમાં RTGS મારફતે ટુકડે-ટુકડે કુલ રૂૂ. 2.96 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા હતા. તપાસ પૂર્ણ થયા બાદ તમામ નાણાં પરત આપી દેવાની ખાતરી પણ ઠગોએ આપી હતી. આ સમગ્ર મામલે બારડોલી ટાઉન પોલીસ મથકમાં ઙઈં વી.એ. સંગલે દ્વારા IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે અને સાઇબર ઠગો સુધી પહોંચવાના પ્રયાસો શરૂૂ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *